દિવાળીના નાસ્તા માટે બનાવો ટેસ્ટી મેથીના સ્વાદિષ્ટ શક્કરપારા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 18:26:05
  • Views : 485
  • Modified Date : 2019-10-22 18:26:05

દિવાળીને લઇને ઘણા લોકોએ નાસ્તો બનાવવાનો શરૂ કરી દીધો છે તો આજે અમે તમારા માટે શક્કરપારાની રેસીપી લઇને આવ્યા છીએ. કેટલીક વખત સવારે કે સાંજે ચાની સાથે દરેક લોકોને કઇક ક્રિસ્પી ખાવાનું મન કરે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય શક્કરપાર બનાવવાની રીત સૌપ્રથમ મેથીની ભાજીને સાફ કરી બારીક સમારી લો. હવે બંને લોટને એક થાળીમાં ભેગા કરી લો.ત્યાર પછી તેમા સમારેલી મેથીની ભાજી તેમજ બાકીની અન્ય સામગ્રી ઉમેરી લો. હવે બે ચમચી તેલનું મોણ નાખી શક્કરપારાનો લોટ બાંધી લો. તે બાદ બરાબર લોટને મસળી લુવા પાડી પાટલી પર પાતળા સક્કરપારા કાપી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં, ધીમા તાપે સક્કરપારાને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. હવે તેને એક પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે શક્કરપાળા.. જેને તમે નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો છો. કેટલીક વખત સવારે કે સાંજે ચાની સાથે દરેક લોકોને કઇક ક્રિસ્પી ખાવાનું મન કરે છે. એવામાં અમે આજે તમારા માટે એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે-સાથે ઝડપથી બની જાય છે. તો તમે સવારની કે સાંજની ચા સાથે કંઇક નવું અને ટેસ્ટી ખાવાનું પસંદ કરો છો તો આજે અમે તમારા માટે શક્કરપાળાની રેસિપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.

Download Our B K News Today App



Related News