ડેન્ટિસ્ટ અને નર્સ સહિતના હેલ્થ પ્રેક્ટિસનર્સને હવે બ્રિટેનમાં જઈને પ્રેક્ટિસ કરવા માટે OETની પરીક્ષા નહીં આપવી પડે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 18:37:48
  • Views : 484
  • Modified Date : 2019-09-24 18:37:48

કેટલાક ડોક્ટર્સ, નર્સ અને કેર ટેકર્સ જે બ્રિટનમાં જઈને નોકરી મેળવવા માગતા હોય તેમને બ્રિટન સરકારે મોટી રાહત આપી છે. અત્યાર સુધી બ્રિટેન જઈને હેલ્થ પ્રેક્ટીસર્સ માટે OET (ધ ઓક્યુપેશનલ ઇંગ્લિશ ટેસ્ટ)ની પરીક્ષા ફરજિયાત હતી પરંતુ, 1 ઓક્ટોબર પછી વિઝા અપ્લાય કરી રહેલા લોકોને આ પરીક્ષા નહીં આપવી પડે.OET એક આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષાની પરીક્ષા છે. જે દેશમાં અંગ્રેજી ભાષા બોલાતી હોય તે દેશમાં નોકરી મેળવવા કે અભ્યાસ કરવા માટે આ પરીક્ષાથી વિઝા માટે અરજી કરનાર અરજદારનું અંગ્રેજી ભાષાનું આંકલન કરવામાં આવે છે. અગાઉ બ્રિટનમાં વિઝાની અરજી માટે સ્વાસ્થ્ય સેવા બોર્ડ, નર્સિંગ, મિડવાઇફરી કાઉન્સિલ અને જનરલ મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવાની સાથે OET માટે TOEFL અને IELTS જેવી પરીક્ષાઓ આપવી પડતી હતી.OET આયોજિત કરનાર કેમ્બ્રિજ બોક્સહિલ લેન્ગેવેજ અસેસમેન્ટની CEO સુજાતા સ્ટીડ જણાવે છે કે, ‘બ્રિટનના ગૃહ વિભાગે સુનિશ્ચિત કરીને અંગ્રેજી ભાષાની પરીક્ષામાં ડોક્ટર, ડેન્ટિસ્ટ, નર્સ સહિતના હેલ્થ પ્રેક્ટિસનર્સ માટે રાહત આપી છે. વિવિધ હેલ્થ પ્રેક્ટિસનર્સે તેમની ફિલ્ડની પરીક્ષાને અંગ્રેજી વિષયમાં જ પાસ કરી હોય છે. આ લોકોએ ટિયર-2 વિઝા માટે હવે અંગ્રેજી ભાષાની પરીક્ષા નહીંઆપવી પડે.’2 ઓક્ટોબરથી ફેરફાર લાગુ થશે સુજાતા જણાવે છે કે, ‘ગત અઠવાડિયે કરેલી આ જાહેરાતથી જાણી શકાશે કે દેશભરના‘ હોસ્પિટલ અને સારવારની પદ્ધતિ જરૂરિયાત લોકો સુધી પહોંચશે કે નહીં.’ અંગેજી વિષયની પરીક્ષાને લાગુ પડતો આ નવો નિયમ 1 ઓકોટબરથી તમામ ટિયર-2 (સામાન્ય) વિઝા પર લાગુ થશે. બ્રિટન સરકારના આ નિર્ણયથી ઘણા લોકોને ફાયદો થશે.

Download Our B K News Today App



Related News