આપ પાસેથી 97 કરોડની વસુલાત કરવા દિલ્હી એલજીનો આદેશ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 17:28:51
  • Views : 483
  • Modified Date : 2022-12-21 17:28:51

દિલ્હીના એલજી વી. કે. સકસેનાએ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. એલજીએ મુખ્ય સચિવને આપ પાસેથી ર. 97 કરોડ વસુલવાનો આદેશ આપ્યો છે. રાજકીય જાહેરાતોને સત્તાવાર તરીકે પ્રકાશિત કરવાનો આરોપ મુકીને આ તમામ નાણાં આપ પાસેથી વસુલવા જણાવાયું છે.

દિલ્હીના એલજીએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવાના આરોપ હેઠળ રીકવરી ઓર્ઢર જારી કરાવામાં આવ્યો છે.

મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનો અમલ કરવા અને આપ પાસેથી રૂ. 97.14 કરોડની વસુલાત કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ એલજીની ઓફિસ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે. એલજી ઓફિસે કહ્યું છે કે સરકારી ભંડોળનો ઉપયોગ રાજકીય પક્ષના ફાયદા માટે કરવામાં આવ્યો હતો, તો સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન છે.

ડીઆઇપીમાંથી રૂ. 422681265 જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 548787872 બાકી છે. 20 માર્ચ, 2017ના રોજ આપના સંયોજકને 422681265 કરોડ રૂપિયાની સરકારી તિજોરીમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું અને જાહેરાત એજન્સીઓની એજન્સીઓ 548787872 બાકી નીકળતી રકમ 30 દિવસની અંદર ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પાંચ વર્ષ અને 8 મહિના પસાર થયા પછી પણ ડીઆઇપીના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. એલજીની ઓફિસ વતી કહેવામાં આવ્યું છે કે સરકારી તિજોરીમાં જાહેર નાણાં જમા થયા નથી તે ખૂબ જ ગંભીર છે.

આ આદેશ એલજી તરફથી એવા સમયે આપવામાં આવ્યો છે, જ્યારે રાજભવનમાં કેજરીવાલ સરકાર સાથે અનેક મુદ્દાઓને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એલજીએ કેજરીવાલ સરકાર સામે અનેક તપાસના આદેશ આપ્યા છે. જેના જવાબમાં આપના નેતાઓએ પણ એલજી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં, ફરી એકવાર બંને બાજુની ઉત્તેજના તીવ્ર બની શકે છે

Download Our B K News Today App



Related News