દુનિયાભરમાં દારૂ પીવામાં ધરખમ વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 12:32:36
  • Views : 545
  • Modified Date : 2019-05-09 12:33:52

સમગ્ર વિશ્વમાં દારૂ પીવામાં જબરદસ્ત વધારો થયો છે તેમાં ભારત અને ચીનનો મહત્વનો ફાળો છે.1990નાં વર્ષની સરખામણીમાં 2017માં દરેક પુખ્ત વ્યક્તિ જે દારૂ પીતો હતો તેના પ્રમાણમાં 10 ટકા વધારો જોવા મળ્યો હતો. આનું મુખ્ય કારણ એ જણાય છે કે, ભારત અને ચીનમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું છે.આ સંશોધન દ્વારા એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આવનારા એક દાયકામાં પ્રતિ વ્યક્તિ દિઠ દારૂ પીવાની માત્રામાં 17 ટકાનો વધારો થશે.2030 સુધીમાં વિશ્વની અડધો અડધ પુખ્ત વ્યક્તિ દારૂ પીતી થઇ જશે અને બીજો અડધો વર્ગ મહિનામાં એક વખત દારૂ પીતો હશે. આ પ્રોજેક્શન 189 દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.વિશ્વનાં દારૂ પિવાનાં પ્રમાણે વિશે સંશોધન કરાનારાએ નોંધ્યુ કે, દારૂની આડઅસરને કારણે થતી વિપરીત અસરને રોકવા માટે લોકો દારૂ ન પીવે તે માટે પ્રયાસ હાથ ધરવા પડશે અને આ માટે એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે પણ તે ટાર્ગેટ પુરો થાય તેમ લાગતું નથી. આ માટે દારૂ પર વધારે ટેક્સ નાંખવાની પણ ભલામણ છે અને દારૂની જાહેરખબરો પર પ્રતિબંધની માગ પણ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News