આ મારૂ શરીર મને ગમે તેવા કપડાં પહેરુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 13:25:22
  • Views : 512
  • Modified Date : 2019-05-25 13:25:22

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલની અભિનેત્રી ફાતિમા સના શેખે એના પહેરવેશની ટીકા સોશ્યલ મિડિયા પર કરનારા એક ટ્રોલરને રીતસર ખખડાવ્યો હતો.ફાતિમાએ શુક્રવારે સોશ્યલ મિડિયા પર એક સરોવર નજીકના ફ્લેટમાં પોતે ટ્રાઉઝર અને શર્ટ પહેરીને બેઠી હોય એવો ફોટોગ્રાફ શૅર કર્ય ોહતો.સોશ્યલ મિડિયા પર ઘણાએ ફાતિમાના ડ્રેસ સેન્સને બિરદાવતી પોસ્ટ કરી હતી જ્યારે એક ઉત્સાહી વ્યક્તિએ ટ્રોલ કરતાં લખ્યું હતું કે ઇસ્લામના ઊસૂલોને ધ્યાનમાં રાખીને તારા જિસ્મને ઢાંકે એવો પોષાક પહેરતી જા.ફાતિમાનો પિત્તો ગયો હતો અને એણે અંગ્રેજી ભાષામાં ટ્રોલરને ખખડાવી નાખ્યો હતો કે આ મારું શરીર છે અને મારા બદન પર મારે કેવાં વસ્ત્રો પહેરવાં એ મને નક્કી કરવા દો. તમે કોણ છો નક્કી કરનારા કે મારે કેવાં કપડાં પહેરવાં ? તમે તમારું કામ કરો. માઇન્ડ યોર ઓન બિઝનેસ મિસ્ટર...

Download Our B K News Today App



Related News