ક્રિપ્ટો ઉપર પ્રતિબંધ લાગવો જ જોઇએઃ આરબીઆઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-19 15:10:27
  • Views : 514
  • Modified Date : 2023-01-19 15:10:27

ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે દેશમાં ક્રિપ્ટો કરન્સીની વધતી માગ અને તેની ખામીઓ અંગે બિઝનેસ ટૂડેના એક કાર્યક્રમમાં પોતાનો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, ક્રિપ્ટો કરન્સી જુગાર સિવાય બીજું કશુંય જ નથી અને તેમનું કથિત મુલ્ય માત્ર એક દગાબાજી છે. તમને જણાવી દઇએ કે ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની ડિજીટલ કરન્સી છે. બિટકોઇન, ઇથેરિયમ અને લિટેકોઇન જેવા ઘણા પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે, જે તમામની પોતાની લાક્ષણિકતાઓ છે.

દાસે વધુમાં જણાવ્યું હતું કે, ક્રિપ્ટો પર સંપુર્ણ પ્રતિબંધની જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું હતું કે, જે લોકો તેને ટેકો આપે છે તેઓ તેને એસેટ અથવા ફાઇનાન્સીયલ પ્રોડકટ કહે છે. પરંતુ તેનું કોઇ બિલ્ટ ઇન મુલ્ય નથી અને તેમાં ટયુલિપ પણ નથી. તેમણે કહ્યું કે, ક્રિપ્ટોના બજાર મુલ્યમાં વધારો એ માત્ર એક દગાબાજી છે.

આરબીઆઇ ગર્વનરે કહ્યું કે, તેને ખુબ જ સ્પષ્ટ શબ્દોમાંક હીએ તો તે જુગાર છે. અમે મારા દેશમાં જુગારને મંજુરી આપતા નથી અને જો તમે જુગારને મંજુરી આપવા માગતા હો, તો તેને જુગાર ધ્યાનમાં લો અને જુગાર માટેના નિયમો નક્કી કરો. જોકે, ક્રિપ્ટો એ નાણાંકીય ઉત્પાદન નથી. નોંધનીય છે કે, ગત સદીની શરૂઆતમાં ટયુલિપના ફુલોની માગમાં ઘમો વધારો થયો હતો અને તેના ભાવ આસમાને પોહંચ્યા હતા. લોકો કોઇપણ કિંમતે ટયુલિપ્સ મેળવવા માગતા હતા.

Download Our B K News Today App



Related News