CRPFના જવાનો સોશિયલ મીડિયા ઉપર રાજકીય વિવાદાસ્પદ ટિપ્પણી નહીં કરી શકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 15:46:24
  • Views : 453
  • Modified Date : 2023-01-21 15:46:24

દેશના સૌથી મોટા અર્ધલશ્કરી દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)એ તેના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ગાઇડલાઇન્સનો એક નવો સેટ રિલીઝ કર્યો છે, જેમાં તેમને વિવાદાસ્પદ અથવા રાજકીય બાબતો પર ટિપ્પણી ન કરવા કહ્યું છે. આ પાછળનો હેતુ એ છે કે, આવી પોસ્ટ કર્યા બાદ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે અથવા તેમને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે, તેમને આનાથી બચાવવા માટે આ સેટ રિલીઝ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં દળના મુખ્યમથક દ્વારા ગયા અઠવાડિયે બે પાનાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. થોડા સમય પહેલાં એવું નોંધવામાં આવ્યું હું કે, દળના કર્મચારીઓ તેમની અંગત ફરિયાદો રજૂ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો આશરો લઈ રહ્યા છે જે સીસીએસ આચાર નિયમો 1964નું ઉલ્લંઘન છે. તેમજ આવું કરવા પર ડિસીપ્લીનરી એક્શન લેવામાં આવી શકે છે. આ બાબતને ટાળવા માટે સોશિયલ મીડિયા ગાઇડલાઇન્સનો નવો સેટ રિલીઝ કરવામાં આવ્યો છે

Download Our B K News Today App



Related News