દિલ્હીમાં ગુનાખોરી આસમાનેઃ બહેન સાથે ઉભેલી યુવતિ પર બાઇક સવારે એસિડ ફેંક્યો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 16:50:44
  • Views : 229
  • Modified Date : 2022-12-15 16:50:44

દિલ્હીમાં દિવસેને દિવસે ગુનાહોની સંખ્યા વધી રહી છે, તેમાં પણ ખાસ કરી ને મહિલાઓ સાથે અત્યાચારએ માઝા મૂકી છે. રાજધાની દિલ્હીમાં મહિલા સાથે અત્યાચારનો વધુ એક ગુનો સામે આવ્યો છે.

દિલ્હીના દ્વારકા જિલ્લામાં એક યુવકે એક યુવતિ પર એસિડ ફેંક્યું છે. ઘટના બુધવાર સવારની છે. પીડિતાને સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીએસ મોહન ગાર્ડન વિસ્તારમાં એક યુવતિ પર એસિડ એટેકની ઘટના અંગે સવારે 9 વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે હતું કે, 17 વર્ષની છોકરી પર સવારના 7.30 વાગ્યે બાઈક પર આવેલા બે શખ્સોએ કથિત રીતે એસિડ જેવા પદાર્થનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી પોલીસને સવારે 9 વાગે મોહન ગાર્ડન પાસે વિદ્યાર્થીની પર એસિડ ફેંકવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષ છે. તે તેની નાની બહેન સાથે ઊભી હતી. ત્યારે બાઇક સવાર બે યુવકોએ તેના પર એસિડ ફેંક્યું હતું. વિદ્યાર્થીનીએ બે છોકરાઓ પર શંકા વ્યક્ત કરી છે. આ કેસમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે બે છોકરાઓ બાઇક પર આવે છે અને વિદ્યાર્થીની પર એસિડ ફેંકે છે. બંને યુવકોએ મોઢા ઢાંકેલા હતા. આ પછી બંને યુવકો બાઇક પર ફરાર થઇ ગયા હતા. પોલીસ સતત યુવકને શોધી રહી છે.

દિલ્હી મહિલા આયોગે આ ઘટનાની નોંધ લીધી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું કે દ્વારકા મોડ પાસે એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંકવામાં આવ્યો. પીડિતની મદદ માટે અમારી ટીમ હોસ્પિટલ પહોંચી રહી છે. દીકરીને ન્યાય મળશે. દિલ્હી મહિલા આયોગ દેશમાં એસિડ પર પ્રતિબંધ માટે વર્ષોથી લડત ચલાવી રહ્યું છે. સરકારો ક્યારે જાગશે?

Download Our B K News Today App



Related News