400 ગ્રામ એમડી ડ્ર્ગ્સ સાથે પકડાયેલ પતિ-પત્નીના જામીન કોર્ટે ફગાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 14:50:19
  • Views : 457
  • Modified Date : 2023-03-04 14:50:19

અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 400 MD ડ્રગ્સ સાથે ઝડપેલા પતિ-પત્નીના જામીન કોર્ટે ફગાવી દીધા છે.  આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, જેની તપાસ ચાલી રહી છે, આવા કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આરોપીઓને જામીન પર મુક્ત કરી શકાય નહીં. 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવતી એક ખાનગી બસમાં એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવી રહ્યો છે. જેથી NCBની વોચ ગોઠવી હતી. ત્યારબાદ NCBના અધિકારીઓએ 400 ગ્રામ ડ્રગ્સ સાથે વજુદ્દીન શેખ તેની પત્ની સાઇના શેખ સહિતના આરોપીને ઝડપી લીધા હતા. ત્યારબાદ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી પતિ-પત્નીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, નિર્દોષ છીએ, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. તપાસમાં સહકાર આપ્યો છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. જો કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી કોર્ટે જામીન પર મુક્ત કરવા જોઇએ.

જો કે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, પકડાયેલા ડ્રગ્સની તપાસ કરતા તેનું અંદાજીત વજન 400 ગ્રામ હોવાનું ખુલ્યું છે. જે ડ્રગ્સની બજાર કિંમત 25 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે. એનસીબીની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ આ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદનાં પેડલરોને વેચી દેતા હતા. તેવામાં પકડાયેલા આરોપીઓ અત્યાર સુધીમાં કેટલુ ડ્રગ્સ અમદાવાદમાં લાવ્યા અને કોની પાસેથી લાવ્યા તેમજ અમદાવાદમાં અન્ય કોણ કોણ ડ્રગ્સ માફિયા આ રેકેટમાં સામેલ છે તે દિશામા એનસીબી તપાસ ચાલી રહી છે, આ ડ્રગ્સની બદીને કારણે યુવા ધન બરબાદ થઇ રહ્યું છે ત્યારે કોર્ટે જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે પતિ-પત્નીના જામીન ફગાવી દીધા છે.

Download Our B K News Today App



Related News