દેશના ટોચના ઉદ્યોગપતિએ પોતાના જન્મદિને પોતાની લવ સ્ટોરી શેર કરી,મને ચાર-ચાર વાર પ્રેમ થયો છતાં હું કુંવારો રહી ગયોઃ રતન ટાટા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 17:02:19
  • Views : 426
  • Modified Date : 2022-12-29 17:02:19

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનો આજે જન્મ દિવસ છે ત્યારે આજે જાણીએ તેઓની એક લવ સ્ટોરી વિશે. આપણે જાણીએ જ છીએ કે કરોડોકમાતા ઉદ્યોગપતિ અપરિણીત છે અને તેમણે કોઈ મહિલા સાથે રહેવાનુ પસંદ કર્યું નથી. આવું કેમ છે એ અંગે  તેમણે પોતે એક ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો. આ સ્ટોરીની શરૂઆત લોસએન્જિલસથી થઈ. જ્યારે રતન ટાટા કોલેજ પૂરી કર્યા બાદ એક આર્કિટેક્ચરની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે તેમની પાસે કાર હતી. આ વાત વર્ષ 1960નાં રોજની છે અને ત્યારે તેમની ઉંમર 25 વર્ષની આસપાસ હતી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન રતન ટાટાએ ખુદ એ વાતનો ખુલાસો કર્યો હતો કે જ્યારે તેઓ લોસએન્જલસમાં એક આર્કિટેક્ચરફર્મમાં કામ કરતાં હતા ત્યારે તેમની મુલાકાત એક યુવતી સાથે થઇ અને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે, તેઓએ ભારતમાં સાત વર્ષથી બીમાર દાદીની દેખભાળ કરવા માટે ભારત પરત ફરવાનો નિર્ણય લીધો હતો. સાત વર્ષ બાદ ટાટા જ્યારે તેમના પ્રેમિકાને મળવા પહોંચ્યા અને તેને ભારત લઇ જવાનો નિર્ણય કરી રહ્યા હતા તે સ્વપ્ન પૂર્ણ ના થઇ શક્યું. 1962ના ભારત-ચીન યુદ્ધના કારણે મહિલાના પેરેન્ટ્સ દિકરીને ભારત મોકલવા તૈયાર ના થયા અને તેઓનો સંબંધ તૂટી ગયો.

રતન ટાટાએ જણાવ્યુ કે તેમને પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવાની તૈયારીમાં જ હતા. પરંતુ અચાનક તેમને થોડા સમય માટે સ્વદેશ પરત ફરવુ પડ્યું, કારણકે સાત વર્ષથી બિમારીમાં સપડાયેલા તેમના દાદીની તબિયત ખરાબ હતી. તેમને પોતાની પ્રેમિકા પાસેથી પણ એવી આશા હતી, કે તે પણ તેમની સાથે લગ્ન કરીને ભારત આવશે. પરંતુ 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયું. આવી સ્થિતિમાં પ્રેમિકાના માતા-પિતા રતન ટાટા સાથે તેમની પુત્રીના સંબંધો આગળ વધારવા માગતા ન હતા. જેના કારણે રતન ટાટાનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો.

એવુ નથી કે રતન ટાટાને એકવાર જ પ્રેમ થયો. તેઓ પોતાની લાઈફમાં ચાર વખત સીરિયસ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તમામ રિલેશનને તેઓ લગ્ન સુધી લઈ જવા માગતા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના રિલેશન તૂટી ગયા.

ત્યારબાદ તેમણે પોતાના કામ પર ફોકસ કરવાનું નક્કી કર્યુ. એ વાત બધા જ જાણે છે કે રતન ટાટા આજીવન અપરણિત રહ્યા. આ વાતનો તેમને કોઈ વસવસો પણ નથી. જોકે તેમણે ઘણીવાર નિવેદન પણ આપ્યુ છે કે, ‘સારૂં થયુ કે હું સિંગલ રહ્યો. કારણકે જો લગ્ન કરી લીધા હોત, તો કદાચ સ્થિતિ અલગ જ હોત.

એક વાર સાચો પ્રેમ થાય તો માણસ તેની સાથે જ રહેવા ઈચ્છે છે. સાચો પ્રેમ શું હોય છે અને શા માટે જે વ્યક્તિને પામવાની ઇચ્છા હોય તેના સિવાય અન્ય કોઇ વ્યક્તિ સાથે સેટ થવું મુશ્કેલ હોય છે, તેનું ઉદાહરણ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બેચલર રતન ટાટા છે. પ્રેમિકા સાથે સંબંધ તૂટ્યા બાદ તેઓએ ક્યારેય પ્રેમ શોધવાની કોશિશ સુદ્ધાં નથી કરી. કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ ક્યારેય આ પ્રકારનો પ્રેમ અન્ય કોઇ વ્યક્તિને નહીં કરી શકે.

Download Our B K News Today App



Related News