બ્રાઝિલમાં સતત 5માં દિવસે 1000થી વધુ લોકોના મોત, પરંતુ રશિયન વેક્સિન સ્પુતનિક-Vને મંજૂરી નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 12:30:51
  • Views : 368
  • Modified Date : 2021-01-17 12:30:51

    ઘણા દેશોમાં કોરોના વાઈરસ વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, પણ કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. બ્રાઝિલમાં શનિવારે(16 જાન્યુઆરી)સતત પાંચમો દિવસ રહ્યો, જ્યારે મહામારીના કારણે મોતની સંખ્યા એક હજારથી વધુ રહી. અમેરિકા અને ભારત પછી બ્રાઝિલમાં જ કોરોનાના કારણે સૌથી ખરાબ સ્થિતિ છે.આ બધાની વચ્ચે, બ્રાઝીલિયન હેલ્થ રેગ્યુલેટરે રશિયન વેક્સિન સ્પુતનિક-Vને ઈમર્જન્સી મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રાઝિલિયન ફાર્માસ્યુટિકલ કંપની યૂનિઆઓ કિમિકાએ આ માટે મંજૂરી માંગી હતી. રેગ્યુલેટરે કહ્યું કે, સ્પુતનિક-V તરફથી જરૂરી દસ્તાવેજોને રજુ કરાયા નથી. અમને એ વાતની પણ જાણ નથી કરાઈ કે, સ્પુતનિકના ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી છે કે નહીં. યૂનિઆઓ કિમિકાએ જાન્યુઆરીની શરૂઆતમાં જ સ્પુતનિકનું પ્રોડક્શન શરૂ કર્યું હતું.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોમાં સ્થિતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા24,306,043405,26114,343,644
ભારત10,558,710152,31110,196,184
બ્રાઝિલ8,456,705209,3507,388,784
રશિયા3,544,62365,0852,936,991
UK3,357,36188,5901,519,106
ફ્રાન્સ2,894,34770,142208,071
તુર્કી2,380,66523,8322,254,052
ઈટલી2,368,73381,8001,729,216
સ્પેન2,252,16453,314N/A
જર્મની2,038,64547,1211,657,900

(આ આંકડા www.worldometers.info/coronavirus/ વેબસાઈટ પ્રમાણે છે)મહામારીના દુનિયામાં અત્યાર સુધી 9 કરોડ 49 લાખ 51 હજાર 943 કેસ થઈ ગયાછે. 20 લાખ 30 હજાર 924 લોકોના મોત થઈ ચૂક્યાં છે. સારી વાત તો એ છે કે 6 કરોડ 77 લાખ 73 હજાર 937 લોકો સાજા થઈ ચૂક્યાં છે.



Download Our B K News Today App



Related News