સાઉથ આફ્રિકામાં હેલ્થ વર્કર્સને મંજૂરી વિનાની વેક્સિન લગાવાશે, ફ્રાન્સમાં એક દિવસમાં 586 સંક્રમિતોના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 12:12:07
  • Views : 365
  • Modified Date : 2021-02-17 12:12:07

    લાંબા સમય પછી અંતે સાઉથ આફ્રિકન સરકારે વેક્સિનેશન પ્રોસેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે,પરંતુ આનાથી ઘણા લોકો હેરાન છે. સરકારે અહીં જોનસન એન્ડ જોનસનની મંજૂરી વિનાની વેક્સિન હેલ્થ વર્કર્સને આપવાનો નિર્ણય કર્યો છે. જેની ટ્રાયલ અત્યાર સુધી ચાલી રહી છે.હેલ્થ મિનિસ્ટરે પોતે આ વાતની પુષ્ટી કરી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, હેલ્થ સ્ટાફ માટે સિંગલ ડોઝ વેક્સિનના 80 હજાર ડોઝ સાઉથ આફ્રિકા પહોંચી ચૂક્યાં છે.

    રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ વેક્સિન માત્ર રિસર્ચના હિસાબથી આપવામાં આવી રહી છે.આ દરમિયાન હેલ્થ વર્કર્સને સતત મોનિટર કરાશે કે ક્યાંય તેમને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન અથવા સાઈડ ઈફેક્ટ્સ તો નથી થઈ રહ્યાં. આ ઉપરાંત આ કંપનીના 5 લાખ વેક્સિન મંગાવવાની તૈયારી કરી રહી છે.ફ્રાન્સમાં ફરી એકવાર કોરોનાની નવી લહેર મુશ્કેલી પેદા કરતી જોવા મળી રહી છે. અહીંયા બે દિવસમાં મૃતકોની સંખ્યા ઝડપથી વધી છે. સોમવારે 724 મોત પછી મંગળવારે 586 સંક્રમિતોએ દમ તોડ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા ડેટા પ્રમાણે, સાત દિવસમાં 381 લોકોના મોત થયા હતા. જો કે, જાન્યુઆરીની તુલનામાં આ ઓછા છે. ગત મહિને એટલે કે જાન્યુઆરીમાં સરેરાશ 400 લોકોના દરરોજ સંક્રમણથી મોત થયા હતા.

    ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર મુશ્કેલી પેદા થઈ ગઈ છે. બે દિવસ સુધી કોઈ કેસ ન મળ્યા પછી મંગળવારે ફરી એકવાર ઓકલેન્ડમાં બે કેસ સામે આવ્યા છે. સરકારે સ્વીકાર્યું છે કે આ કોમ્યુનિટી ટ્રાન્સફરનો મામલો છે. આ પહેલા રવિવારે એક જ પરિવારના ત્રણ લોકો સંક્રમિત થયા હતા. ત્યારપછી ઓકલેન્ડમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરી દેવાયું હતું. સ્થિતિની સમીક્ષા માટે આજે વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ન કેબિનેટ મીટિંગ કરવા જઈ રહ્યાં છે.

    ‘ધ ગાર્ડિયન’અમેરિકન એવિએશન એક્સપર્ટ્સના એક રિપોર્ટના હવાલાથી દાવો કર્યો છે કે દેશના સિવિલ એવિએશન સેક્ટરમાં 1984 પછી ગત વર્ષે એટલે કે 2020માં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન 60%નો ઘટાડો નોંધાયો છે. 2020માં માત્ર 368 મિલીયન પેસેન્જર્સે એરલાઈન્સનો ઉપયોગ કર્યો હતો. 2019માં આ સંખ્યા 922.6 મિલીયનની હતી. આ પહેલા 1984માં આ આંકડો 351.6 મિલીયન હતો. એક્સપર્ટ્સનું માનવું છે કે 2023 અથવા 2024 સુધી જ સ્થિતિ સામાન્ય થઈ શકશે.


Download Our B K News Today App



Related News