બ્રાઝિલમાં ઓક્સફોર્ડ અને ચીનની વેક્સિનને ઈમર્જન્સી મંજૂરી; અમેરિકામાં મૃત્યુઆંક 4 લાખને પાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 13:36:02
  • Views : 388
  • Modified Date : 2021-01-18 13:36:02

    કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક બ્રાઝિલે બે વેક્સિનને ઈમર્જન્સી યુઝની મંજૂરી આપી દીધી છે. અહીંની હેલ્થ રેગ્યુલેટરીએ રવિવારે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ અને ચીની કંપની સિનોવેકની કોરોના વેક્સિનને ઈમર્જન્સી મંજૂરી આપી દીધી છે. બ્રાઝિલમાં અત્યાર સુધી કોરોનાથી 84.88 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. 74.11 લાખ લોકો કોરોનાથી સાજા પણ થઈ ચૂક્યાં છે અને 2.09 લાખ લોકોના મોત પણ થયા છે.સાથે જ અમેરિકામાં કોરોનાના કારણે જીવ ગુમાવનારનો આંકડો 4 લાખને પાર પહોંચી ગયો છે. અહીંયા અત્યાર સુધી 4 લાખ 7 હજાર 202 લોકો મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 2 કરોડ 44 લાખ 80 હજારથી વધુ છે. 1 કરોડ 44 લાખ 28 હજારથી વધુ લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 96 લાખથી વધુ લોકોની સારવાર ચાલી રહી છે.

    મંજૂરી મળતા જ બ્રાઝિલમાં વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરી દેવાયો છે. તેની પાસે હાલ સિનોવેકના 60 લાખ ડોઝ છે અને ઝડપથી તેને એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનના 20 લાખ ડોઝ મળી જશે. ફેડેરલ યૂનિવર્સિટીના એપિડેમિયોલોજિસ્ટ ઈથેલ મૈશિયલે કહ્યું કે, બ્રાઝિલ માટે આ સારા સમાચાર છે, પણ 60 લાખ ડોઝ પૂરતા નહીં હોય. અમે લોકોમાં ઈમ્યુનિટી ડેવલપ થવા સુધીની રાહ ન જોઈ શકીએ. અત્યાર સુધી એ પણ નક્કી નથી થયું કે, સરકારને વેક્સિનના ડોઝ ક્યાં સુધી મળશે.

    આ પહેલા શનિવારે હેલ્થ રેગ્યુલેટર અંવિશાએ રશિયન વેક્સિન સ્પુતનિક-Vને ઈમર્જન્સી મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બ્રાઝિલિયન ફાર્માસ્યૂટિકલ કંપની યૂનિઆઓ કિમિકાએ તેની મંજૂરી માંગી હતી. રેગ્યુલેટરે કહ્યું કે, સ્પુતનિક-V તરફથી જરૂરી દસ્તાવેજોને રજુ કરાયા નથી. અમને એ વાતની પણ જાણ નથી કરાઈ કે, સ્પુતનિકના ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી છે કે નહીં. યૂનિઆઓ કિમિકાએ જાન્યુઆરીની શરૂઆતમાં જ સ્પુતનિકનું પ્રોડક્શન શરૂ કર્યું હતું.

    મહામારીના દુનિયામાં અત્યાર સુધી 9 કરોડ 49 લાખ 51 હજાર 943 કેસ થઈ ગયાછે. 20 લાખ 30 હજાર 924 લોકોના મોત થઈ ચૂક્યાં છે. સારી વાત તો એ છે કે 6 કરોડ 77 લાખ 73 હજાર 937 લોકો સાજા થઈ ચૂક્યાં છે.



Download Our B K News Today App



Related News