અમેરિકામાં ફાઇઝર પછી મોડર્ના વેક્સિનને પણ મંજૂરી; ઈટાલીમાં ક્રિસમસ પર લોકડાઉન રહેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 11:25:56
  • Views : 355
  • Modified Date : 2020-12-19 11:25:56

    દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 7.59 કરોડથી વધુ થઈ ગયો છે. 5 કરોડ 32 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 16 લાખ 80 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે. અમેરિકાએ ફાઈઝર પછી મોડર્નાની વેક્સિનને પણ મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ વેક્સિનને મંજૂરી આપતાં પહેલાં મોટા પાયે ઓર્ડર આપી દીધો હતો. ઈટાલી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ વર્ષે ક્રિસમસ પર કોઈપણ પ્રકારની ઢીલ રાખશે નહીં, દેશમાં લોકડાઉન રહેશે.અમેરિકાએ બે સપ્તાહમાં બીજી વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શુક્રવાર રાતે મોડર્નાની વેક્સિનને મંજૂરી આપી દીધી. આ પહેલાં ફાઈઝરની વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી. બન્ને મામલામાં એક ચીજ કોમન હતી. બન્નેને મંજૂરી આપવા માટે FDAની જ એક પેનલે ઝડપથી મંજૂરી આપવાનું દબાણ કર્યું હતું. જોકે આ પેનલ પણ અમેરિકન એક્સપર્ટ્સની હતી. આ વેક્સિનને પણ RNA ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવી છે.

    ન્યૂઝ એજન્સીએ અમેરિકન અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે આ સપ્તાહના અંત સુધી મોડર્ના લગભગ 60 લાખ વેક્સિન અમેરિકન સરકારને સોંપી દેશે. મોડર્નાની વેક્સિનને મંજૂરી લગભગ 30 હજાર વોલન્ટિયર્સ પર ત્રણ તબક્કાની ટ્રાયલ બાદ જ આપવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન આ 95% ઈફેક્ટિવ જોવા મળી હતી. FDA કમિશનર સ્ટીફન એમ. હાને કહ્યું હતું કે હવે અમારી પાસે કોવિડ-19 સામે લડવા માટે બે વેક્સિન છે, જેનો ઉપયોગ વ્યાપક સ્તર પર શરૂ કરી દેવાયો છે. અમેરિકામાં બે કરોડ વેક્સિન પહોંચી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે આગામી વર્ષના અંત સુધી આ સંખ્યા 20 કરોડ થઈ જશે. આ ફુલ ડોઝ હશે.ઈટાલી સરકારે શુક્રવાર રાતે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે ક્રિસમસ પર કોરોનાના પ્રકોપ રહેશે. સરકારના જણાવ્યા પ્રમાણે, ક્રિસમસ પર ઈટાલીમાં લોકડાઉન રહેશે. ઈટાલી અને યુરોપના બાકીના દેશોમાં સોમવારથી ફેસ્ટિવ સીઝન શરૂ થઈ રહી છે. આ દરમિયાન અલગ અલગ દેશમાં 7થી 10 દિવસની રજા હશે. ફ્રાન્સ અને જર્મનીએ તો 24થી 26 ડિસેમ્બર વચ્ચે રાહતની જાહેરાત કરી દીધી છે, ઈટાલીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે રાહત આપવાના મૂડમાં નથી. આવું કરવા પાછળનું કારણ છે કે અહીં સંક્રમણ અને મોત પણ ઓછાં નથી થયાં.

    સાઉદી અરબે ગુરુવારે પોતાને ત્યાં કોરોનાની વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ કરી દીધું છે. પહેલી વેક્સિન દેશના હેલ્થ મિનિસ્ટર ડો. તૌકીફ અલ રબિહને લગાવવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ હેલ્થે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. દેશમાં અત્યારસુધીમાં ત્રણ લાખ 60 હજાર 516 દર્દી નોંધાયા છે, જેમાં 6 હજાર 91 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.વેક્સિન લગાવ્યા પછી ડો. તૌફીકે કહ્યું હતું કે આ મોટી સમસ્યા સમાપ્ત થવાની શરૂઆત છે. તેમણે દેશના સૌથી મોટા વેક્સિન પ્રોગ્રામની શરૂઆતની જાહેરાત કરી છે. અત્યારસુધીમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, બહરીન અને રશિયા પોતાના ત્યાં આ ડ્રાઈવ શરૂ કરી ચૂક્યા છે.

અમેરિકા17,886,219320,82810,392,547
ભારત10,004,825145,1719,549,923
બ્રાઝિલ7,163,912185,6876,198,185
રશિયા2,791,22049,7622,228,633
ફ્રાન્સ2,409,06259,361180,311
તુર્કી1,955,68017,3641,721,607
બ્રિટન1,913,27765,520ઉપલબ્ધ નથી
ઈટાલી1,906,37767,2201,203,814
સ્પેન1,782,56648,596ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના1,517,04641,3651,347,914



Download Our B K News Today App



Related News