કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 64 દેશના રાજદ્વારી હૈદરાબાદ પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 13:28:19
  • Views : 475
  • Modified Date : 2020-12-09 13:28:19

    કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 64 દેશના રાજદ્ધારી આજે હૈદરાબાદ પહોંચ્યા છે. તેઓ ભારત બાયોટેક અને બીઈ લિમીટેડની મુલાકાત લેશે. પહેલા આ મુલાકાત 4 ડિસેમ્બરે યોજાવાની હતી, પણ પછીથી તેને ટાળી દેવાઈ હતી.દેશમાં નવેમ્બરમાં વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યા ફરી ઘટી રહી છે. મંગળવારે 32 હજાર 61 નવા કેસ નોંધાયા. આ સતત 10મો દિવસ હતો, જ્યારે 40 હજારથી વધુ દર્દી નોંધાયા અને 36 હજાર 537 દર્દી સાજા થઈ ગયા, જ્યારે 402 સંક્રમિતનાં મોત થયાં. આ સાથે જ એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 4899નો ઘટાડો થયો હતો. છેલ્લા 10 દિવસમાં 75 હજાર 654 એક્ટિવ કેસ ઘટ્યા છે.દેશમાં અત્યારસુધીમાં 97.35 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. 92.14 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 1.41 લાખ દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. હવે કુલ 3.77 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 60 દેશના રાજદ્વારી બુધવારે 9 ડિસેમ્બરે હૈદરાબાદના ભારત બાયોટેક અને BE લિમિટેડની મુલાકાત લેશે.

     પહેલાં આ મુલાકાત 4 ડિસેમ્બરે થવાની હતી, પણ પછી એને ટાળી દેવાઈ હતી.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે મંગળવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમુક વેક્સિન ઉમેદવારને આગામી થોડાંક સપ્તાહમાં લાઈસન્સ આપવામાં આવી શકે છે. સીરમ, ભારત બાયોટેક અને અમેરિકન કંપની ફાઈઝરે ઇમર્જન્સી અપ્રૂવલ માટે અરજી કરી છે. સરકારે કહ્યું હતું કે આ ત્રણેયમાંથી કોઈ એકને ઝડપથી મંજૂરી આપવામાં આવી શકાય છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે હાલના સમયમાં ભારતમાં 13 પ્રકારની અલગ અલગ બીમારીઓ માટે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ વેક્સિન બાળકો અને ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. આ કામમાં 2 લાખ 40 હજાર વેક્સિનેટર લાગી ગયા છે, જેમાંથી 1 લાખ 54 હજાર નર્સ અને મેડ વાઈફને કોરોના વેક્સિનેશનના કામમાં લગાવાશે, જેથી બાકી વેક્સિનેશનની પ્રક્રિયાને કોઈ અસર ન થાય.કેન્દ્ર સરકારે કહ્યું હતું કે મોટે પાયે વેક્સિનેશન માટે એડિશનલ ઇક્વિપમેન્ટ અને કોલ્ડ ચેનની જરૂર પડશે. 10 ડિસેમ્બરે આ રાજ્યોને આપવામાં આવશે.ભારતમાં ત્રણ વેક્સિને પોતાના માટે ઈમર્જન્સી અપ્રૂવલ માગ્યું છે. ભારત સરકારે કહ્યું, આનો રેગુલેટર ઝડપથી નિર્ણય લેશે અને ત્યાર પછી જ ઝડપથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.



Download Our B K News Today App



Related News