WHOએ કહ્યું- આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-02 11:57:49
  • Views : 375
  • Modified Date : 2021-03-02 11:57:49

    વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું હતું કે વિશ્વને આ વર્ષમાં કોરોના મહામારીમાંથી છુટકારો મળશે નહીં. WHOના ઈમર્જન્સી ડાયરેક્ટર માઈકલ રેયાને સોમવારે ચેતવણી આપતાં કહ્યું હતું કે એ વિચારવું ખોટું છે કે આ વર્ષમાં કોરોના સામેની લડાઈમાં જીત મળી જશે, પરંતુ હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓ અને મોતને ઓછાં કરીને આ મહામારીથી બહાર આવી શકાશે. તેમણે કહ્યું હતું કે ગત સપ્તાહમાં વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા છે. એના પરથી આપણે શીખવાની જરૂર છે.

    બીજી તરફ, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. WHOએ જણાવ્યું હતું કે પશ્ચિમ આફ્રિકી દેશ ઘાના અને કોટ-ડિવોયમાં લોકોને રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. ગત સપ્તાહમાં આ બન્ને દેશોમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વેક્સિન પહોંચાડી છે. ઘાનાને 24 ફેબ્રુઆરીએ 6 લાખ વેક્સિનના ડોઝ અને એના બે દિવસ પછી કોટ-ડિવોયને 5 લાખ ડોઝ મળ્યા હતા.WHO ચીફ ટ્રેડોસ ગેબ્રેસિએસે કહ્યું હતું કે ગત સપ્તાહે યુરોપ, અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં કેસ વધ્યા છે. આવું ગત 7 સપ્તાહમાં પ્રથમવાર બન્યું છે. આ ઘણું નિરાશાજનક છે. એનું મોટું કારણ ઘણા દેશોમાં છૂટછાટ અપાઈ છે. લોકો લાપરવાહી રાખી રહ્યા છે, જેનાથી કોરોના વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

    વિશ્વભરમાં કોરોના દર્દીઓનો આંકડો 11.49 કરોડને પાર કરી ગયો છે. 9 કરોડ 6 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અત્યારસુધીમાં 25 લાખ 49 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબ છે.

    નેપાળના ચીફ આર્મી સ્ટાફ પૂર્ણ ચંદ્ર થાપાએ સોમવારે ભારતમાં બનેલી કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. ગત મહિનામાં ભારત તરફથી 10 લખ ડોઝ નેપાળ મોકલાયા હતા.અમેરિકાને ઈમર્જન્સી યુઝને એપ્રૂવલ મેળવનાર ત્રીજી વેક્સિન જેનસેનના માર્ચ સુધીમાં 2 કરોડ ડોઝ મળશે. આ વેક્સિન બનાવનાર કંપની જોહન્સન એન્ડ જોહન્સનનું કહેવું છે કે આ સંખ્યા જૂન સુધીમાં 10 કરોડ થશે. આ સિંગલ શોટ વેક્સિન છે.




Download Our B K News Today App



Related News