બ્રિટન આવનારા મુસાફરો માટે કોરોના રિપોર્ટ અને ક્વોરન્ટાઈન ફરજિયાત; મેક્સિકોમાં એક જ દિવસમાં રેકોર્ડ 21 હજાર કેસ નોંધાયા./

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 15:08:50
  • Views : 330
  • Modified Date : 2021-01-16 15:08:50

    કોરોનાના વધતાં કેસો વચ્ચે બ્રિટનમાં તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન બોરિસ જોનસને ગુરુવારે આ બાબતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે નવા નિયમો 18 જાન્યુઆરીથી સવારે 4 વાગ્યાથી અમલી બનશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ઇન્ટરનેશનલ મુસાફરો માટે ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવાનુ પાલન કરવું પડશે. આ સાથે જ તેમણે બ્રિટનમાં ત્યારે જ પ્રવેશ આપવામાં આવશે, જ્યારે તેમની પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હશે.જ્યારે, છેલ્લા 24 કલાકમાં મેક્સિકોમાં રેકોર્ડ 21 હજાર 366 કેસ નોંધાયા છે. તે દેશમાં એક જ દિવસમાં મળનારા સંક્રમિતોનો સૌથી મોટો આંક છે. ગત દિવસે 1,106 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અહીં અત્યાર સુધીમાં કુલ 16 લાખ 9 હજાર 735 લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ 1 લાખ 39 હજાર 22 પર પહોંચી ગઈ છે.

    બ્રાઝિલમાં કોરોનાના નવા સ્ટ્રેનના રિપોર્ટ બાદ UKએ દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, આ નવો સ્ટ્રેન UK પહોંચવાના કોઈ રિપોર્ટ નથી. પરિવહન સચિવ ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે શુક્રવારથી પોર્ટુગલના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાગવાયો છે, કારણ કે મોટાભાગના લોકો દક્ષિણ અમેરિકાથી યુરોપ આવતા લોકો પોર્ટુગલ થઈને આવે છે.જ્યારે, પોર્ટુગલના વિદેશ પ્રધાન અગસ્ટો સાન્ટોસ સિલ્વાએ UKના નિર્ણયને કોઈ કારણ વિનનો જણાવ્યો. તેઓએ કહ્યું કે આ મામલે તેઓ બ્રિટિશ સરકાર સાથે વાત કરશે.તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તાયપ એર્દોગને કહ્યું છે કે તેમને કોવિડ-19 વેક્સિનથી કોઈ આડઅસર થઈ નથી. તેમણે ગુરુવારે વેક્સિન મુકાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વેક્સિન અપાયા બાદ તેઓ ખૂબ જ સારી લાગણી અનુભવે છે અને 28 દિવસ બાદ તેનો બીજો ડોઝ પણ મુકાવશે. વેક્સિનેશન બાદ તેમણે અંકારામાં તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરી હતી અને લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા આપવા અપીલ કરી હતી.

    રશિયામાં છેલ્લા 24 કલાકમાં 24,715 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. રશિયામાં અત્યાર સુધીમાં 35.20 લાખ લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે. તેમાં 29.09 લાખ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે, અને 64,495 લોકો મૃત્યુ પામ્યા છે. મોસ્કો રશિયાનું સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે. મોસ્કોમાં ગત દિવસે 5534 નવા કેસ સામે આવ્યા હતા. ત્યાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8.82 લાખ થઈ ગઈ છે.

    ફ્રાન્સે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્રણ મહિનાના કડક લોકડાઉન પછી સરકાર હવે અહીં શાળાઓ ખોલવાની તૈયારી કરી રહી છે. પરંતુ, આ પહેલા તેણે 10 લાખ બાળકોનો ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. અહીં લોકડાઉન અને કર્ફ્યુ દરમિયાન પણ કેટલીક શાળાઓ ખુલ્લી રહી હતી. પરંતુ, હવે અન્ય શાળાઓ ખોલતા પહેલા સરકાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરાવશે.બીજો નિર્ણય એ છે કે સરકાર લોકડાઉન નહીં લંબાવે. આ બાબતે ટૂંક સમયમાં વિગતવાર જાણકારી આપવામાં આવશે. જો કે, હજી પણ સવારે 6 થી સાંજના 6 દરમિયાન પ્રતિબંધો યથાવત જ રહેશે.

    નોર્વેથી એક મુશ્કેલી વધારનારા સમાચાર મળ્યા છે. ચીનનું સમાચાર-પત્ર ગ્લોબલ ટાઈમ્સ મુજબ, અહીંયા વેક્સિન લગાવ્યા બાદ 23લોકોના મૃત્યુ થયા છે. જણાવવામાં આવી રહયું છે કે તમામ લોકોને અમેરિકન કંપની ફાઇઝરની વેક્સિન લગાવવામાં આવી હતી. નોર્વેમાં નવા વર્ષની ઉજવણીના 4 દિવસ બાદ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું.નોર્વેની મેડિસીન્સ એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં 29 લોકોમાં આડઅસર થઈ હોવાનું જોવા મળ્યું છે. 23 દર્દીઓનાં મૃત્યુ થયા છે. આમાંથી 13ની પુષ્ટિ કરવામાં આવી છે. નોર્વેમાં કોરોનાના 57 હજાર 736 કેસ નોંધાઇ ચૂક્યા છે.

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

24,102,429

401,856

14,228,969

ભારત

10,543,659

152,130

10,179,715

બ્રાઝિલ

8,394,253

208,291

7,361,379

રશિયા

3,520,531

64,495

2,909,680

યૂકે

3,316,019

87,295

1,503,654

ફ્રાન્સ

2,872,941

69,949

208,071

તુર્કી

2,373,115

23,664

2,246,047

ઈટલી

2,352,423

81,325

1,713,030

સ્પેન

2,252,164

53,314

ઉપલબ્ધ નહીં

જર્મની

2,023,802

46,537

1,641,200

Download Our B K News Today App



Related News