ભારત પર હુમલો કરવા ચીને પાકિસ્તાન માટે બીજું યુદ્ધ જહાજ બનાવ્યું, 4 વોરશીપની ડીલ થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 13:20:04
  • Views : 338
  • Modified Date : 2021-01-30 13:20:04

    ભારત વિરુદ્ધ બે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન ફરીથી કાવતરું રચી રહ્યાં છે. લદ્દાખમાં ભારતીય સેના સામે પછડાયેલા ચીને પોતાના ખાસ મિત્ર પાકિસ્તાન માટે બીજું નૌસૈનિક યુદ્ધ જહાજ (Frigate) તૈયાર કર્યું છે.ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ચીનનું આ Frigate શ્રેષ્ઠ રડાર પ્રણાલી અને લાંબા અંતરની મિસાઈલોથી સજ્જ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આનાથી પાકિસ્તાનના સમુદ્રની રક્ષા અને રક્ષા ક્ષમતામાં વધારો થશે.પાકિસ્તાની નૌકાદળે 054 A/P ટાઈપના 4 વોરશીપના નિર્માણ માટે 2017માં ચીન સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. પહેલું Frigate ઓગસ્ટ 2020માં તૈયાર કરાયું હતું. પાકિસ્તાન માટે બીજું જંગીજહાજ શુક્રવારે શંઘાઈમાં તૈયાર કરાયું.

    આ જંગીજહાજ ચીની પીપલ્સ લિબરેશન આર્મી નૌકાદળનો મુખ્ય આધાર છે. PLA પાસે આવા 30 જંગીજહાજ છે. નેવલ મિલેટ્રી સ્ટડીઝ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વરિષ્ઠ રિસર્ચ ફેલો ઝાંગ જુનશેએ કહ્યું કે, નવું ફ્રિગેટ ટાઈપ 054A પર આધારિત છે અને આ ચીનનું સૌથી એડવાન્સ ફ્રિગેટ છે.

    ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન નૌકાદળે ચીન સાથે 8 સબમરીનની પણ ડીલ કરી છે. આ સબમરીન ટાઈપ 039B યુઆન ક્લાસની છે. આ ડિઝલ ઈલેક્ટ્રિક સબમરીન છે. જેમાં એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ લાગેલી હોય છે. એર ઈન્ડિપેન્ડેન્ટ પ્રપલ્શન સિસ્ટમના કારણે આમા ઓછો અવાજ થાય છે. જેનાથી આની પાણી નીચે ભાળ મેળવવી મુશ્કેલ હોય છે.


Download Our B K News Today App



Related News