કન્ઝર્વેટીવ લીડર ઉલ્ફ ક્રિસ્ટરસન બન્યાં સ્વીડનના નવા પ્રધાનમંત્રી : સંસદમાં થયું મતદાન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 18:28:10
  • Views : 261
  • Modified Date : 2022-10-17 18:28:10

       સ્વીડનની સંસદને નવા પ્રધાનમંત્રીની પસંદગી કરી છે. સોમવારે સંસદમાં નવા પ્રધાનમંત્રીની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોડરેટ પાર્ટીના નેતા ઉલ્ફ ક્રિસ્ટરસને સૌથી વધારે મત મેળવતા તેમને પીએમ જાહેર કરવામાં આવ્યાં હતા. જોકે તેઓ રાષ્ટ્રવાદી સમર્થિત ગઠબંધનના ટેકાથી પીએમ તરીકે ચૂંટાયા હતા. સંસદીય મતદાનમાં સ્વીડન ડેમોક્રેટ્સ સહિત ચાર પક્ષો દ્વારા ક્રિસ્ટરસનને સમર્થન આપવાની પુષ્ટિ કરવામાં આવી હતી. હવે દેશની બીજી સૌથી મોટી પાર્ટી, ઇમિગ્રન્ટ-વિરોધી દળ ક્રિસ્ટરસનની સરકારનો ભાગ નહીં હોય, પરંતુ ગુના અને સ્થળાંતર અંગેની તેની નીતિઓને ટેકો આપશે. ક્રિસ્ટરસન મંગળવારે તેમના મંત્રીઓની સૂચિ જાહેર કરશે અને ત્યારબાદ કિંગ સાથે બેઠક કરશે, જે તેમના ઔપચારિક શપથવિધિની જાહેરાત કરશે. છેલ્લાં પાંચ વર્ષથી આર્થિક નીતિ પર મોડરેટ પાર્ટીના પ્રવક્તા રહી ચૂકેલા એલિઝાબેથ સ્વેન્ટેસન આગામી નાણાં પ્રધાન બને તેવી શક્યતા છે. 

Download Our B K News Today App



Related News