પુર્વોતરમાં કોંગ્રેસ નિષ્ફળઃ નાગાલેન્ડ-ત્રિપુરામાં ખાતું પણ ખુલ્યું નહિં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 13:06:08
  • Views : 452
  • Modified Date : 2023-03-03 13:06:08

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન થયું હતું. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. આજે વહેલી સવારથી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. 

આ વખતે કોંગ્રેસ પૂર્વોત્તરમાં ઘણું સારું પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો યાત્રાની અસર જોવા મળશે, પરંતુ એવું થયું નથી. ત્રિપુરાની વાત કરીએ તો વલણોમાં એક તરફ ભાજપ અહીં બીજી વખત બહુમતિની નજીક પહોંચી ગઇ છે બીજી તરફ કોંગ્રેસ અહીં ખાતું પણ ખોલવામાં અસમર્થ છે. ત્રિપુરામાં ભાજપ હાલમાં 33 સીટો પર આગળ છે. જ્યારે લેફ્ટને 14 બેઠકો મળી છે અને ટીએમપીને 13 બેઠક પર આગળ છે, પરંતુ કોંગ્રેસને એક બેઠક મળી નથી.

મેઘાલયમાં 60 બેઠકોમાંથી ભાજપને 3 બેઠકથી સંતોષ માનવો પડ્ય છે, જ્યારે એનપીપી 26 બેઠકો સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે સૌતી વધુ અન્યોને 25 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપી પ્લસને 37 બેઠકો મળી છે, જ્યારે એનપીએફને 2 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી, જ્યારે અન્યોને 21 બેઠકો પર આગળ છે.

મેઘાલયની ચૂંટણીમાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી નથી, ત્રિશંકુ વિધાનસભાના કારણે સીએમ સંગમાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરીને તેમનો ટેકો માગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી આ ચૂંટણી મહત્વની ગણાતી હતી. જેમાં પુર્વોત્તર રાજ્યોમાં ભાજપનો ફરીથી ડંકો વાગ્યો છે.

બીજી તરફ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને કહ્યું હતું કે, ત્રિપુરાનો હૃદયપુર્વક આભાર. આ સ્થિરતા અને વિકાસ માટેનો મત છે. ત્રિપુરામાં ભાજપ વિકાસ માટે કામ કરતું રહેશે, મને તમામ કાર્યકર્તા પર ગર્વ છે.

Download Our B K News Today App



Related News