રસ્તામાં સાઇડ આપવા બાબતે કોન્સ્ટેબલને ફટકારનાર સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 14:59:21
  • Views : 443
  • Modified Date : 2023-03-04 14:59:21

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પોતાનું વ્હીકલ લઇ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સાઇડ આપવા મામલે અન્ય ચાલક સાથે માથાકુટ થઇ હતી. ત્યારબાદ ચાલકે ઇસનપુર ચાર રસ્તા પાસે વ્હીકલ ઉભુ રાખ્યું હતું અને તારા બાપનો રસ્તો છે કહી કોન્સ્ટેબલને ફટકાર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી પલાયન થઇ ગયો હતો. કોન્સ્ટેબલે આ મામલે ઇસનપુર પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા સુરેશભાઇ ચતુરભાઇ પરમાર કાગડાપીઠ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે સાંજે સુરેશભાઇ પોતાનું વ્ગહીકલ લઇ નારોલ સર્કલથી ઇસનપુર તરફ જઇ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં ભરચક ટ્રાફક હોવાથી તેઓ ધીરે ધીરે પોતાનું વ્હીકલ ચલાવી રહ્યાં હતા. ત્યારે સાઇડ માટે એક વ્યક્તિ સતત હોર્ન મારી રહ્યો હતો. જો કે, તેઓ વ્હીકલ લઇ ધીરે ધીરે આગળ નિકળ્યા હતા. તેઓ ઇસનપુર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી કાર ચાલક આવ્યો હતો અને કાચ ખોલી તારા બાપનો રસ્તો છે તેમ કહ્યું હતું. જેથી સુરેશભાઇએ ટ્રાફિક જામ હતો તો કેવી રીતે સાઇડ આપું તેમ કહ્યું હતું. જેથી ચાલકે કાર રસ્તામાં ઉભી રાખી અને સુરેશભાઇને ઉભા રાખ્યા હતા. ત્યારબાદ ચાલક ગાળો બોલવા લાગ્યો હતો. જેથી સુરેશભાઇએ ગાળો ન બોલવાનું કહેતા કાર ચાલક ઉશ્કેરાયો હતો અને મારા મારી કરવા લાગ્યો હતો. ચાલકે એવી ધમકી આપી હતી કે, વિશાલા સર્કલ બાજુ આવ્યો તો જાનથી મારી નાંખીશ. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. બીજી તરફ સુરેશભાઇએ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી ગઇ હતી. ત્યારબાદ આ મામલે સુરેશભાઇએ ભાવિક અશોકકુમાર શર્મા સામે મારા મારી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે

Download Our B K News Today App



Related News