દિલ્હીમાં સૌથી ઠંડો દિવસઃ લઘુત્તમ તાપમાન 1.9 ડીગ્રીએ પહોંચ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-09 15:52:35
  • Views : 449
  • Modified Date : 2023-01-09 15:52:35

ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે, જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. દિલ્હીમાં રવિવારે કાતિલ ઠંડીની સ્થિતિ વચ્ચે સૌથી વધુ ઠંડી સવાર નોંધાઈ હતી. આ સાથે એનસીઆર વિસ્તારમાં પણ જનજીવન પ્રભાવિત થયું હતું.

આજે દિલ્હીમાં મોસમનો સૌથી ઠંડો દિવસ હતો. સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દવસથી પાટનગરમાં લઘુત્તમ તાપમાન હિલ સ્ટેશન કરતાં ઓછું નોંધાયું છે. એટલે કે દિલ્હીમાં હિલ સ્ટેશનો કરતાં ઠંડી વધી રહી છે. આગામી દિવસોમાં રાજધાની સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવવા જઇ રહ્યું છે.

આગામી બે-ત્રણ દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પણ ધુમ્મસના કારણે તબાહી મચવાની શકયતા છે. જેના કારણે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ એન્ડ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડમાં આગામી ચાર દિવસ સુધી હવામાન સૂકું રહેશે. ઝારખંડની સાથે સાથે બિહારમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.
આ દરમિયાન, તેલંગાણાના અદિલાબાદમાં શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ જ સમયગાળા દરમિયાન રામગુંડમમાં લઘુત્તમ તાપમાન ૦૯ ડિગ્રી સેલ્સિયસ અને મેડકમાં ૧૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હૈદરાબાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન તેલંગાણાના અદિલાબાદ, કુમારમ ભીમ, નિર્મલ, માંચેરીયલ, કરીમનગર, પેડ્ડાપલ્લી અને જગતિયાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. સોમવારે અદિલાબાદ, કુમારમ ભીમ, નિર્મલ, માંચેરીયલ, કરીમનગર, પેડ્ડાપલ્લી, જગતિયાલ, મેડક, કામરેડ્ડી અને નિઝામાબાદ જિલ્લામાં એકાંત સ્થળોએ કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે.

Download Our B K News Today App



Related News