અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સેના વચ્ચે અથડામણઃ સૈનિકો ઘાયલ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 17:46:05
  • Views : 231
  • Modified Date : 2022-12-13 17:46:05

બે દિવસ પહેલાં ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક હરકતો કરી હતી અને ફરી એકવાર વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ભારતીય સેનાના બહાદુર જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. 9મી ડિસેમ્બરે, ચીની સૈનિકો અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસીની ખૂબ જ નજીક આવ્યા હતા, જેનો ભારતીય સૈનિકોએ દૃઢતાથી સામનો કર્યો હતો. આ દરમિયાન, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થોડી અથડામણ થઈ હતી. સામ-સામેની લડાઈમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ પછી બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી હટી ગયા હતા.
એલએસી પર તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પર, સૈન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને પક્ષો તરત જ આ વિસ્તારમાંથી પીછેહઠ કરી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે તવાંગ સેક્ટરમાં એલએસી પર અથડામણ બાદ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય કમાન્ડરે ચીનના સમકક્ષ સાથે 'ફ્લેગ મીટિંગ' કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “અરૂણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં એલએસી સાથેના કેટલાક વિસ્તારોમાં અલગ-અલગ ધારણાઓ છે, બંને પક્ષો તેમના દાવાઓની હદ સુધી વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. આ ટ્રેન્ડ 2006થી ચાલી રહ્યો છે. 9 ડિસેમ્બર 2022ના રોજ, પીએલએ સૈનિકોએ તવાંગ સેક્ટરમાં એલએસીમાં પ્રવેશ કર્યો, જેનો અમારા સૈનિકોએ જોરદાર મુકાબલો કર્યો હતો. સામ-સામે અથડામણમાં બંને પક્ષના કેટલાક જવાનોને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી.
અરૂણાચલ પ્રદેશમાં, બંને દેશો તવાંગ સેક્ટરમાં એલએસી સાથેના કેટલાક વિસ્તારોમાં પોતપોતાના ધારણાના ક્ષેત્રો ધરાવે છે. આ વિસ્તારમાં બંને પક્ષો પોતપોતાની હદ સુધી વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. 2006થી આ ટ્રેન્ડ છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં વિસ્તારને લઈને બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. કેટલીકવાર પેટ્રોલિંગ દરમિયાન ચીની સૈનિકો ભારતના દાવાવાળા વિસ્તારમાં આવે છે. આવી સ્થિતિમાં, ભારતીય સૈનિકો તરફથી વિરોધ કરવામાં આવે છે.
કોંગ્રેસના નેતા ડો.અજોય કુમારે પણ ટ્વીટ કરીને બંને દેશના સૈનિકો વચ્ચેની અથડામણ અંગે જાણકારી આપી હતી. અજય કુમારે પોતાના ટ્વિટમાં લખ્યું કે, અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ. જી-20 પ્રમુખ ચૂપ છે. આ ટ્વિટ સાથે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પણ સીધો સવાલ કર્યો છે.

હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં તવાંગમાં ચીન સાથે અથડામણનો મામલો સામે આવી શકે છે. આવી સ્થિતિમાં સંસદના શિયાળુ સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. વિરોધ પક્ષોના ચીફ વ્હીપને આ મુદ્દાને સંસદમાં મજબૂત રીતે ઉઠાવવા માટે જાણ કરવામાં આવી છે. તે જ સમયે, સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે સંભવ છે કે સંરક્ષણ રાજ્ય પ્રધાન સરકાર વતી ગૃહમાં નિવેદન આપી શકે છે.

Download Our B K News Today App



Related News