ચાઈનીઝ મીણબત્તીઓ પર ભારે પડી રહ્યા છે ગુજરાતનાં ફેન્સી મશીનકટ દીવડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 17:20:18
  • Views : 627
  • Modified Date : 2019-10-25 17:20:18

અત્યારસુધી દિવાળીના તહેવારોમાં ફટાકડા હોય કે ઝગમગતા દીવડા કે પછી ફેન્સી મીણબત્તી, બધા જ માલ-સામાનમાં ચાઈનીઝ પ્રોડક્ટની જ બોલબાલા હતી. પરંતુ ઘણા વર્ષો બાદ એવું પહેલીવાર બની રહ્યું છે કે દિવાળીની ઉજવણી માટેના સામાનના વેચાણમાં ચાઈનીઝ પ્રોડક્ટ પર ભારતીય પ્રોડક્ટ ભારે પડી રહી હોય. આનો શ્રેય પણ ગુજરાતને જ જાય છે કારણ કે ગુજરાતના ફેન્સી દીવડાએ ઉત્તર ભારત અને તેમાં પણ પંજાબ અને હિમાચલપ્રદેશમાં એવી તે ધૂમ મચાવી છે કે તે ચાઈનીઝ મીણબત્તીઓ પર ભારે પડી રહ્યા છે.મશીન પર બનતા હોવા છતાં ગુજરાતના દીવાનો દેખાવ અત્યંત ફેન્સી ગુજરાતમાં મશીન પર બનતા આ દીવડા રંગ-બેરંગી પેઈન્ટ કરેલા હોય છે. તેમાં પણ સફેદ છાંટ હોય તેવા દીવડાની ઉત્તર ભારતમાં અત્યારે જબરદસ્ત ડિમાન્ડ છે. ફેન્સી દેખાવ હોવાને કારણે ગુજરાતના દીવડાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. જો કે, લોકો સ્થાનિક કુંભારે બનાવેલા માટીના પ્લેન દીવડા પણ ખરીદી રહ્યા છે, પરંતુ અત્યારે બજારમાં કોઈ પ્રોડક્ટની તીવ્ર માગ હોય તો તે છે ગુજરાતના ફેન્સી દીવા. દેશી દીવાની તુલનામાં ગુજરાતના ફેન્સી દીવા ત્રણ-ચાર ગણા મોંઘા છે તેમ છતાં ઉત્તર ભારતમાં લોકો ગુજરાતના દીવાને જ પ્રાથમિકતાના ધોરણે ખરીદી રહ્યા છે.ગુજરાતના ફેન્સી દીવા રૂ. 20થી માંડી રૂ. 60 પ્રતિ નંગના ભાવે વેચાય છે. અત્યાર સુધી એવું બનતું હતું કે, દિવાળીના તહેવારોમાં રોશની માટે ચાઈનીઝ મીણબત્તીઓ ફેન્સી હોવાને કારણે ડિમાન્ડમાં રહેતી હતી. દેખાવમાં અત્યંત આકર્ષક લાગતી આ મીણબત્તીઓ આ વખતે ઘણી ઓછી વેચાઈ રહી છે. તેની તુલનામાં ગુજરાતના ફેન્સી દીવાનો સ્ટોક તુરત ખલાસ થઈ જાય છે. સરેરાશ એક દીવાની કિંમત રૂ. 20થી રૂ. 60 પ્રતિ નંગ સુધીની હોય છે. કિંમતનો આધાર સાઈઝ પર રહેલો છે.પરંપરાગત દીવાના દેખાવમાં ડિઝાઈનને લીધે અલગ ઉઠાવ ચાર દીવાનો સેટ પણ ઉપલબ્ધ છે. પંજાબમાં ગુજરાતના દીવાનો મોટાપાયે વેપાર કરનારા સતબીરસિંઘે જણાવ્યું હતું કે, આમ તો ગુજરાતના દીવા મશીન પર બને છે પરંતુ તેના પરના રંગકામ અને ફેન્સી દેખાવને લીધે તેની ખૂબ ડિમાન્ડ રહે છે. મશીનકટ હોવાને કારણે ડિઝાઈન સુંદર રહે છે અને તેનો દેખાવ પણ પરંપરાગત દીવા જેવો જ હોય છે. અમુક દીવડા પર તો લાલ રંગ કર્યો હોવાથી તે વધુ આકર્ષક લાગે છે.થાન-મોરબી સુધીના પટ્ટામાં ફેન્સી દીવા બનાવવાનું મોટું હબ ગુજરાતના ઝીંઝુવાડા તથા થાન તથા મોરબી સુધીના વિસ્તારોમાં આવા દીવા બનાવવાનું મોટું હબ છે. મોરબીથી આવા દીવાનો સપ્લાય મોટાપાયે કરવામાં આવે છે. આ દીવડાના વ્યાપારમાં સંકળાયેલા શંકરલાલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં અને હવે તો ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં પણ ફેન્સી દીવાની માગ ખૂબ વધી છે. ડિઝાઈન ઉમદા હોવાને કારણે લોકો હવે ખાસ ગુજરાતના દીવા માગતા થયા છે. ચાઈનીઝ મીણબત્તીઓનો ક્રેઝ હવે ઘટી ગયો છે અને આ કારણે પણ ગુજરાતના ફેન્સી દીવા ડિમાન્ડમાં રહે છે.

Download Our B K News Today App



Related News