કોરોના પર સૌથી પહેલા કાબૂ મેળવનાર ચીન પણ ભારતની વેક્સિન ડિપ્લોમેસીમાં હાર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 12:40:31
  • Views : 376
  • Modified Date : 2021-02-27 12:40:31

    કોરોના પર સૌથી પહેલા કાબૂ મેળવનાર ચીન વેક્સિન મામલે દુનિયામાં પોતાની ઘાક જમાવવાની તક ગુમાવી ચૂક્યું છે. જ્યારે, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા બાદ પણ ભારત સ્વદેશી દવા નિર્માતા કંપનીઓને મજબૂત બનાવીને દુનિયામાં મફત વેક્સિન પહોંચાડી રહ્યું છે. આંકડા જણાવે છે કે ભારતે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 68 લાખ વેક્સિનના ડોઝ મફતમાં પહોંચાડયા છે. જ્યારે બ્લૂમબર્ગના આંકડા અનુસાર, ચીને 39 લાખ વેક્સિન આપી છે.

    આ પરિસ્થિતિએ ભારતને ગ્લોબલ પાવર બનવાની રાજદ્વારી તક આપી છે. ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ખાસ કરીને સીરમ ઇન્સ્ટિટ્યૂટ પહેલા જ દક્ષિણ એશિયામાં દવાઓનો મોટો સપ્લાયર બની ચૂક્યું છે. જ્યારે, આ જ કારણે ચીનની વૈશ્વિક અસર પણ ઓછી થઈ રહી છે. ભારતે તેના પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાને વેક્સિનના લાખો ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે.

    શ્રીલંકામાં વિપક્ષના નેતા ઈરાન વિક્રમસિંઘ કહી ચૂક્યા છે કે ભારતના કારણે દેશમાં તરત જ વેક્સિનેશન શરૂ કરી શક્યા, તેના માટે શ્રીલંકાના લોકો ભારતના આભારી છે. જ્યારે બાંગલાદેશમાં પણ વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે વધુ એક પાડોશી મ્યાનમારને ચીને વચન આપ્યું હતું કે તે 3 લાખ વેક્સિન ઉપલબ્ધ કરાવશે, પરંતુ તેના પહેલા જ ભારતે 17 લાખ વેક્સિન ઉપલબ્ધ કરવી દીધી છે.જ્યાં ભારતના સ્વદેશી વેક્સિન નિર્માતા ધનવાન દેશોએ પોતાની વેક્સિન વેચવા માટે મુક્ત છે જ્યારે સરકારે નાના દેશોને પણ વેક્સિન ખરીદવાનું વચન આપ્યું છે. ભારતીય અધિકારીઓએએ બીજા દેશોના હાઇ કમિશનર્સને હૈદરાબાદ અને પુણેની યાત્રા પણ કરાવી છે જેના દ્વારા તેમણે દક્ષિણ આફ્રિકાના પાડોશી દેશ, ભારતીય ઉપખંડ અને ડોમેનીકા-બાર્બાડોઝની જેવા દૂરના દેશોને પણ ખાતરી આપવામાં આવી છે કે તેમને સમયસર અને મફત વેક્સિન આપવામાં આવશે.

    વિદેશ મંત્રાલયે પોલિસી એડ્વાઇઝર અશોક મલિક જણાવે છે કે અમે બહુ પહેલા જ સમજી લીધું હતું કે વેક્સિન બનાવવાની ભારતની ક્ષમતા મહામારીને પરાસ્ત કરવા માટે પુરતી નથી, પરંતુ ગયા વર્ષે જ્યારે ભારતીય ફાર્મા કંપનીઓએ એન્ટિ મેલેરિયા ડ્રગ હાઈડ્રોક્લોરોક્વીન નિકાસ કરવાની શરૂ કરી હતી, ત્યારે ભારતના વડાપ્રધાને બીજા દેશોના નેતાઓ સાથે વેક્સિન ઉપલબ્ધ કરાવવા બાબતે ચર્ચા શરૂ કરી ચૂક્યા હતા.

    એટલું જ નહીં, જ્યારે ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1.56 લાખને પાર થઈ ચૂકી હતી, ત્યારે પણ તેને નિર્ણય લીધો હતો કે તે વેક્સિનનું રાષ્ટ્રીયકરણ નહીં કરે અને ન તો નિકાસ અટકવાશે.

Download Our B K News Today App



Related News