ચીનની અમેરિકાને ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 11:24:48
  • Views : 543
  • Modified Date : 2019-05-10 11:24:48

ચીને ચેતવણી આપી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો 200 અરબ ડોલરના સામાન પર આયાત કર વધારશે તો વળતો જવાબ આપવા માટે ચીન સક્ષમ છે. દુનિયાના મુખ્ય બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે વ્યાપારી સંબંધમાં સર્જાયેલ તણાવ ખતમ કરવા માટે આયોજિત કરાયેલી બેઠક પૂર્વે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીનના ઉપ પ્રધાનમંત્રી લિયૂ હે અને અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાજર અને અમેરિકાના નાણા મંત્રી સ્ટીવ મેનુચિન વચ્ચે વોશિંગ્ટનમાં 9-10 મે દરમિયાન બેઠક થનાર છે. બેઠક પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ચીનના 200 અરબ ડોલર મૂલ્યના ઉત્પાદનો પર શુલ્ક 10 ટકા વધારીને 25 ટકા કરશે. તેથી બંને દેશો માં તનાતની  થઈ હતી.

Download Our B K News Today App



Related News