ચીને PM મોદીને લઇ કરી જબરદસ્ત ભવિષ્યવાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 14:04:21
  • Views : 590
  • Modified Date : 2019-04-30 14:04:21

ચીનના સરકારી મીડિયા એ લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપ સત્તામાં આવશે તેવી ભવિષ્યવાણી કરી છે. ચીન સરકારના મુખપત્ર મનાતા ‘ગ્લોબલ ટાઇમ્સ’માં કહ્યું છે કે પીએમ મોદીના રાજકીય કદની આગળ હાલ ભારતનો કોઇ નેતા નથી. ભાજપનું સંગઠન વિપક્ષથી શ્રેષ્ઠ છે આથી સત્તામાં વાપસી નક્કી છે.‘ગ્લોબલ ટાઇમ્સ’એ પોતાના સંપાદકીયમાં લખ્યું, ‘ભારતમાં 11મી એપ્રિલથી ચૂંટણી થઇ રહી છે અને બધાની નજર 23મી મેના રોજ એટલે કે પરિણામોના દિવસ પર ટકેલી છે. ચૂંટણીમાં એ વાતની પૂરી આશા છે કે પીએમ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી સંસદમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરશે. પીએમ નરેન્દ્ર મોદીના રાજકીય કદ જેવા કોઇ નેતા નથી. ભાજપની ફંડિંગ શક્તિ અને સગંઠનની તાકત વિપક્ષથી શ્રેષ્ઠ છે. એવામાં લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદી ફરીથી સત્તામાં વાપસી કરે તેવી સંભાવના છે.’ભારત અને ચીન વુહાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જીનપિંગની વચ્ચે ‘અનૌપચારિક બેઠક’નું એક વર્ષ થવા પર મધ્ય ચીની શહેરમાં સપ્તાહ સુધી ચાલનાર ભારત મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. મોદી-શીની વચ્ચે 27-28 એપ્રિલના રોજ થયેલી બેઠકને એક વર્ષ થવા પર ભારતે વુહાનમાં ભારતના રંગ સપ્તાહની શરૂઆત કરી છે. આ દરમ્યાન નૃત્ય પ્રસ્તુતિ, ફિલ્મનું પ્રદર્શન, ફોટો પ્રદર્શન, અને વેપાર તથા પર્યટનને પ્રોત્સાહન આપનાર કાર્યક્રમનું આયોજન થશે.ચીનમાં ભારતીય દૂત વિક્રમ મિસરી અને વબુહાનના ઉપ મેયર ચેન શીજિને કાર્યક્રમનો શુભારંભ કર્યો. ભારતીય દૂતાવાસે કહ્યું કે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ નવી દિલ્હી હુબેઇ પ્રાંતીય સરકાર અને વુહાન નગર સરકારના સહયોગથી તેનું આયોજન કરાઇ રહ્યું છે. ચાઇન આર્ટ એસોસીએશને તેમાં મદદ કરી છે.

Download Our B K News Today App



Related News