ચીન કોરોનાગ્રસ્ત: ચીનના 40 ટકા બેઇજિંગની 80 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-05 13:59:12
  • Views : 477
  • Modified Date : 2023-01-05 13:59:12

ચીનની 1.4 અબજ વસ્તીમાંથી લગભગ 40 ટકા લોકો કોવિડથી સંક્રમિત હોવાની આશંકા છે. છેલ્લા એક મહિનામાં વસ્તીનો મોટો ભાગ કોવિડથી સંક્રમિત થયો છે, અને આગામી સપ્તાહમાં લગભગ 1.1 અબજ લોકો કોવિડનો ભોગ બની શકે છે એવું માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોવિડથી થતા મોત પર મતભેદ છે. પરંતુ તબીબી નિષ્ણાતોનું માનવું છે કે પરિસ્થિતિ એકદમ ભયંકર છે. ચીને 7 ડિસેમ્બરે તેની શૂન્ય-કોવિડ નીતિને હળવી કરી હતી ત્યારબાદથી અહીં સ્થિતિ બેકાબૂ બની છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના કોવિડથી દરરોજ નવ હજાર  મોત થઈ રહ્યા છે. જ્યારે સત્તાવાર આંકડામાં આ મહામારીના કારણે માત્ર 5200 લોકોના મોત થયા છે.

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજધાની બેઇજિંગની 2.2 કરોડ લોકોની વસતીના 80 ટકા અને શાંઘાઈની 2.5 કરોડ વસતીમાંથી 70 ટકા લોકો અત્યાર સુધીમાં કોવિડથી પ્રભાવિત થયા છે. સાથે જ અન્ય શહેરોમાં આ આંકડો 50 ટકાથી ઉપર પહોંચી ગયો છે. ચીનના એપિડેમિયોલોજિસ્ટ અને સીડીસીના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ઝેંગ ગુઆંગના જણાવ્યા અનુસાર, મોટાભાગના શહેરોમાં 50 ટકા લોકો કોવિડથી સંક્રમિત થઈ  મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. ચીનના આ એક્સપર્ટનો અંદાજ છે કે લગભગ 50 લાખ કોવિડ  દર્દીઓ ગંભીર છે અને તેમની સારવાર યોગ્ય રીતે નથી થઈ રહી. લંડનની એક ડેટા ફર્મ એરફિનિટીના જણાવ્યા અનુસાર, દેશમાં દરરોજ 9,000 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

બાયોકેમિસ્ટ અને પેકિંગ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સાઓ યુનોંગનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ જ ખતરનાક છે અને તેને ચીનમાં હળવાશથી લેવામાં આવ્યો હતો. તેમના મતે, ઓમિક્રોન બીએ.1 હળવો હતો, પરંતુ તેનું બીએ.5 ચીનમાં સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યું છે. મંગળવારે સીડીસી દ્વારા એ દિવસે 4804 નવા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે.
નેશનલ હેલ્થ કમિશનના મેડિકલ એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર જિયાઓ યાહુઈ જેનું કહેવું છે કે 29 ડિસેમ્બરે કોવિડથી થતા મૃત્યુને રોકવા માટે બે મુખ્ય ઉપાય હતા. તેમના જણાવ્યા અનુસાર, 2020 થી, ચીને આવા કિસ્સાઓને જ કોવિડને કારણે મૃત્યુ તરીકે ધ્યાનમાં લીધા છે, જેમાં શ્વસન નિષ્ફળતા મુખ્ય કારણ હતું. તે જ સમયે, વિશ્વના અન્ય ભાગોમાં 28 દિવસની અંદર પોઝિટીવ આવ્યા પછી મૃત્યુ પણ શામેલ હતા.


ગયા મહિને કોવિડ -19 પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ ચીનમાં ચેપના કેસોમાં તીવ્ર વધારો થયો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં અને સ્મશાનગૃહોમાં મૃતદેહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
રુઇજિન હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ અને શાંઘાઈની કોવિડ એક્સપર્ટ એડવાઇઝરી પેનલના સભ્ય ચેન એરઝેને અંદાજ લગાવ્યો હતો કે શહેરના 2.5 કરોડ લોકોમાંથી મોટા ભાગના લોકો આ જીવલેણ વાઇરસથી સંક્રમિત થયા છે.
તેમણે ચીનના દાજીઆંગડોંગ સ્ટુડિયોને જણાવ્યું હતું કે, "હવે શાંઘાઈમાં રોગચાળાનો ફેલાવો ખૂબ વ્યાપક છે અને તે વસ્તીના 70 ટકા સુધી પહોંચી ગયો હશે."
શાંઘાઈમાં એપ્રિલથી બે મહિના માટે કડક લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 6 લાખથી વધુ રહેવાસીઓને ચેપ લાગ્યો હતો. મોટી સંખ્યામાં લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે શાંઘાઈની હોસ્પિટલમાં દરરોજ 1,600 દર્દીઓ કેઝ્યુઅલ્ટી વોર્ડમાં આવી રહ્યા છે, જે પ્રતિબંધ હટાવવામાં આવ્યો તે પહેલાંની તુલનામાં બમણો છે. જેમાંથી 80 ટકા કોવિડના દર્દીઓ છે.
સ્ટુડિયોએ ચેનને ટાંકીને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, "દરરોજ 100 થી વધુ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં આવે છે." તેમણે કહ્યું કે લગભગ અડધા દર્દીઓ ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો છે.

Download Our B K News Today App



Related News