ચીને ચાર્ટર ફ્લાઇટ્સના ક્રૂને ડાયપર્સ પહેરવાની સલાહ આપી, કોવિડ-19નો ખતરો વધુ હોય ત્યાં બાથરૂમનો ઉપયોગ ટાળવાની પણ સલાહ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 16:11:56
  • Views : 452
  • Modified Date : 2020-12-10 16:11:56

     ચીનના એવિએશન રેગ્યુલેટરે પોતાના કેબિન ક્રૂ મેમ્બર્સને કોરોનાના ખતરાથી બચવા માટે ડાયપર પહેરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ચીનની સંસ્થાએ કહ્યું કે જે જગ્યાઓ પર કોવિડ-19નો ખતરો વધુ છે, ત્યાં તેઓ બાથરૂમનો ઉપયોગ કરવાનું પણ ટાળે. જેનાથી કોરોના સંક્રમણનો ખતરો ઓછો થશે.આ પ્રકારની સલાહ કોરોના વાયરસના સંક્રમણને રોકવા એરલાઇન્સ માટે જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશમાં સામેલ છે. આ ગાઇડલાઈન 38 પન્નાની છે. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે આ સલાહ તે ચાર્ટર ફ્લાઈટ્સ પર લાગુ થશે જે તે દેશો કે વિસ્તારમાં જશે જ્યાં 10 લાખની વસ્તી પર 500થી વધુ કોરોના કેસ હોય. ડાયપર પહેરવાની સલાહ પર્સનલ પર્સનલ પ્રોટેક્ટિવ એક્વિપમેન્ટ સેકશનમાં આપવામાં આવી છે.

  • મેડિકલ પ્રોટેક્વિટ માસ્ક
  • ડબલ લેયર ડિસ્પોઝેબલ મેડિકલ રબર ગ્લોવ્ઝ
  • ગોગલ્સ
  • ડિસ્પોઝેબલ કેપ્સ
  • ડિસ્પોઝેબલ પ્રોટેક્ટિવ ક્લોથિંગ
  • ડિસ્પોઝેબલ શુ કવર્સ
  •     આ ઉપરાંત ક્લીન એરિયા, બફર ઝોન અને પેસેન્જર્સ સિટિંગ એરિયા અને ક્વોરોન્ટિન એરિયાને ડિસ્પોઝેબલ પડદાંથી અલગ કરવાનું કહેવામાં આવ્યું છે. નિયામક સંસ્થાએ કહ્યું કે છેલ્લી ત્રણ પંક્તિઓમાં ઈમરજન્સી ક્વોરોન્ટિન માટે ઉપયોગ થશે. તમામ એરલાઇન્સનું કહેવું છે કે મહામારી છતાં એર ટ્રાવેલ કરવું સુરક્ષિત છે. પ્લેનમાં હોસ્પિટલમાં ઉપયોગ થનારા એર ફિલટર્સ લાગેલા હોય છે, જેના કારણે કોરોનાનો ખતરો ઘણી હદે ઓછો થઈ જાય છે. જો કે કેટલાંક શોધકર્તા આ વાતને લઈને સંપૂર્ણપણે સહમત નથી. અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં ફ્લાઈટમાં યાત્રિકો માસ્ક પહેરવા અને પર્યાપ્ત અંતર રાખવા છતાં સંક્રમણ ફેલાઈ ગયું છે. જ્યારે ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસનો પ્રકોપ ફેલાવવાની શરૂઆત થઈ હતી, તો ત્યાંની એવિએશન ઈન્ડસ્ટ્રીઝ ઘણી જ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. જો કે ચીનના દાવા મુજબ કોરોના વાયરસમાંથી છુટકારો મેળવવામાં આવ્યા બાદ એવિએશન ઈન્ડસ્ટ્રીઝની સ્થિતિ સુધરી છે. ચીનમાં સ્થાનિક સ્તર પર લોકોની મુસાફરી લગભગ કોરોના કાળના સમય પહેલાંની જેમ યથાવત થઈ ગઈ છે. જ્યારે યુરોપ, અમેરિકા હજુ પણ કોરોના પર નિયંત્રણ મેળવી નથી શક્યા.


Download Our B K News Today App



Related News