13 બાળકો સહિત 22 લોકો પર માથાફરેલ વ્યક્તિનો ચાકુથી હુમલો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 11:52:18
  • Views : 615
  • Modified Date : 2019-05-29 11:52:18

જાપાનની રાજધાની ટોકિયોમાં મંગળવારે સવારે અચાનક જ એક બસ સ્ટેન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. એક માથાફરેલી વ્યક્તિએ અહીં 13 બાળકો સહિત 22 લોકો પર ચાકુથી હુમલો કરી દીધો. આ હુમલામાં 3ના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.ટોકિયોમાં મંગળવારે સવારે એક બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરો ઊભા હતા. એ સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો અને પછી તેણે અચાનક જ લોકો પર ચાકુથી હુમલો કરવાનું શરૂ કરી દીધું. તેની નજીકમાં જે આવ્યું તેના પર તે હુમલો કરતો હતો. આ ઘટનામાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. 13 બાળકો સહિત લગભગ 19 લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. કાવાસાકી શહેરમાં એક બસ સ્ટેન્ડ પર લોકો પર ચાકુથી હુમલો કરાયો છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ લોકોમાંથી કોઈનું મોત થયું હોય એવા સમાચાર નથી. 

Download Our B K News Today App



Related News