કેનેડામાં 13 વર્ષ પછી લઘુમતી સરકાર, જસ્ટિન ટ્રુડોને બહુમતી ન મળી છતાં સરકાર બનાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 12:33:01
  • Views : 409
  • Modified Date : 2019-10-22 12:33:01

કેનેડાની સંસદની 21મી ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અને 13 વર્ષ પછી ફરી લઘુમતી સરકાર રચાશે. કેનેડાની સંસદમાં (હાઉસ ઓફ કોમન્સ)માં કુલ 338 બેઠકો છે. જેમાં સરકાર રચવા માટે બહુમતીનો 170 બેઠકોનો આંક મેળવવો જરૂરી છે. હાલના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને 158 બેઠક (2015માં 177 બેઠક મળી હતી) જ્યારે મુખ્ય વિપક્ષી નેતા એન્ડ્રુ શીઅરની કોન્ઝર્વેટિવ પાર્ટીને 120 બેઠકો મળી છે (2015માં 95 બેઠકો મળી હતી). અહીં ત્રીજા મોટા પક્ષ તરીકે એનડીપીના જગમિત સિંઘ હતા. જે ભારત વિરોધી ખાલીસ્તાન ચળવળને સપોર્ટ પણ કરે છે. તેમના પક્ષને ગઇ ચૂંટણીમાં 39 બેઠકો મળી હતી. આ વખતે તેમને 24 બેઠકો મળી છે. આશ્ચર્યજનક રીતે બ્લોક ક્યુબેક્વા પાર્ટીને 32 બેઠકો મળી છે (ગયા વખતે 10 બેઠકો મળી હતી) જે આ ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઇ છે.કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે એવી પરિસ્થિતમાં ભારતની જેમ અહીં ખીચડી સરકાર નથી બનતી પણ માઇનોરિટી સરકાર બનાવવાની પ્રથા છે. બહુમતીના આંકથી જસ્ટિન ટ્રુડોને 12 બેઠકો ખૂટે છે એટલે તે મજબૂત લઘુમતી સરકાર કહી શકાય. છેલ્લે 13 વર્ષ પહેલાં એટલે કે 2006માં કોન્ઝર્વેટિવ પાર્ટીના સ્ટીફન હાર્પરે ઉપરા ઉપરી બે વખત (વાજપેયીની જેમ) લઘુમતી સરકાર બનાવી હતી. એ પછી તેમની સરકાર લાંબું ટકી નહોતી. તેમણે રાજીનામું આપી દીધું હતું અને ફરીથી ચૂંટણી લડી મેજોરિટી સાથે સરકાર બનાવી હતી અને નવ વર્ષ સુધી કેનેડાના વડાપ્રધાન રહ્યા હતા. એ પછી 2015માં જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ 177 બેઠકો મેળવીને સંપૂર્ણ બહુમતીવાળી સરકાર પાંચ વર્ષ ચલાવી હતી.સરકારમાં રહીને સત્તામાં ભાગીદાર બનવા કરતાં અહીં માઇનોરિટી સરકારને બહારથી ટેકો આપવાની પ્રથા વધુ છે. આનું મુખ્ય કારણ એ છે કે દરેક પાર્ટીએ ચૂંટણી લડતા પહેલાં તેમના એજન્ડા (આપણી ભાષામાં ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો હોય છે. કેનેડિયન રાજકીય પાર્ટીઓ ચૂંટણી પછી પણ સગવડિયા લગ્ન કરવાને બદલે તેમના એજન્ડાને સ્પષ્ટપણે વળગી રહેવામાં માને છે. જો લઘુમતી સરકાર તેમના એજન્ડામાંથી અમુક મુદ્દાને સ્વીકારવા તૈયાર થાય તો બહારથી ટેકો આપે છે. મોટેભાગે આઉટ સાઇડ સપોર્ટ મુદ્દા આધારિત જ હોય છે.સામાન્ય પરંપરા મુજબ ગર્વનર જનરલ વર્તમાન વડાપ્રધાનને જ સરકાર રચવાનું અને વિશ્વાસ મત જીતવાનું આમંત્રણ આપતા હોય છે. 2019ના પરિણામોમાં જસ્ટિન ટ્રુડોની પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને ટ્રુડો વર્તમાન વડાપ્રધાન પણ છે એટલે સરકાર રચવાનું આમંત્રણ તેમને જ મળશે. ટ્રુડોએ અન્ય પક્ષોના ટેકાથી મુદ્દા આધારિત લઘુમતી સરકાર ચલાવવી પડશે જેના કારણે ટેકો આપનાર પક્ષના એજન્ડાને પણ ધ્યાનમાં લેવો પડશે અને પોતાની પૂરતી બહુમતી ન હોવાથી ઘણે ઠેકાણે સમાધાન કરવું પડશે. જસ્ટિન ટ્રુડો બીજી ટર્મમાં નબળા પડ્યા છે પણ આઉટ નથી થયા.કેનેડાના હાઉસ ઓફ કોમન્સ (સંસદ)નું ચિત્ર કુલ બેઠકો 338 સરકાર રચવા જોઇએ 170 કોને કેટલી બેઠકો મળી? લિબરલ પાર્ટી – જસ્ટિન ટ્રુડો 158 (ગયા વખતે 177), કોન્ઝર્વેટિવ પાર્ટી – એન્ડ્રુ શીઅર 120 (ગયા વખતે 95), એનડીપી – જગમિત સિંઘ 24 (ગયા વખતે 39), બ્લોક ક્યુબેકવા – ફ્રાન્કોઇઝ બ્લેન્ચેટ 32 (ગયા વખતે 10), ગ્રીન પાર્ટી – એલિઝાબેથ મે 3 (ગયા વખતે 2), પીપલ્સ પાર્ટી – મેક્સિમ બર્નિયર 0 (ગયા વખતે 1), અપક્ષ – 1 (ગયા વખતે 9) કેનેડાની ચૂંટણીના રસપ્રદ આંકડા 2011 સુધી કેનેડામાં 308 સંસદસભ્યો હતા જે 2015ની ચૂંટણીમાં વધીને 338 થયા.40 દિવસ કેમ્પેઇન ચાલ્યું.2 કરોડ 74 લાખ મતદારો (ગુજરાતમાં 2019ની ચૂંટણીમાં 4 કરોડ 47 લાખ મતદારો હતા)20 હજાર પોલિંગ બુથ 47 લાખ લોકોએ એડવાન્સ વોટિંગ કરી દીધું હતું જે ગયા વખતની ચૂંટણી કરતાં 29 ટકા વધુ હતું તેનો મતલબ એવો થઇ શકે કે શાસક વિરોધી મતો વધ્યા) જસ્ટિન ત્રુડોની 15 બેઠકો ઘટી કેનેડાનું આ 43મું જનરલ ઇલેક્શન હતું.મહિલા સંસદસભ્યોની સંખ્યા સતત વધી. 42મી સંસદની ચૂંટણીમાં 338માંથી 88 મહિલા સંસદસભ્યો ચૂંટાયાં હતાં જે કેનેડાના ઇતિહાસમાં સૌથી વધુ હતાં. 2015માં વડાપ્રધાન જસ્ટિન ત્રુડોએ શપથ લીધા ત્યારે તેમણે તેમની કેબિનેટમાં 15 પુરુષ અને 15 મહિલા સંસદસભ્યોને મંત્રીપદ આપ્યું હતું. કેનેડાના 152 વર્ષના સંસદીય ઇતિહાસમાં આ પણ એક રેકોર્ડ હતો કારણ કે આ પહેલું જેન્ડર બેલેન્સ મંત્રીમંડળ હતું. મજાની વાત એ છે કે 2015 પછી પેટાચૂંટણીમાં બીજી 4 મહિલા સંસદસભ્યો ચૂંટાઇ હતી અને જ્યારે સંસદનું વિસર્જન થયું ત્યારે 338માંથી 92 (27%) મહિલા સંસદસભ્યો હતાં. આ વખતે 2019ની ચૂંટણીમાં પણ 96 મહિલા સંસદમાં ચૂંટાઇ આવી છે.

Download Our B K News Today App



Related News