શ્રીલંકામાં ભારત એક અબજ ડોલરથી પણ વધુનું રોકાણ કરીને ચીનનું પત્તું કાપી નાંખશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 16:14:36
  • Views : 412
  • Modified Date : 2022-12-29 16:14:36

આ વર્ષની શરૂઆતમાં જ્યારે શ્રીલંકા સાત દાયકામાં પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થયું ત્યારે ભારતે તેની ખૂબ મદદ કરી હતી. શ્રીલંકામાં એ દરમિયાન હિંસક દંગા થયા અને ઈંધણ, ભોજન અને દવાઓની મોટાપાયે અછત જોવા મળી. ભારતે જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે લગભગ ચાર અબજ ડોલરની મદદ કરી જેમાં ક્રેડિટ લાઈન, કરન્સીની અદલાબદલી પણ સામેલ હતી.

હવે શ્રીલંકાએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસેથી 2.9 અબજ ડોલરની લોન ડીલ સુરક્ષિત કરી લીધી છે અને તેની અર્થવ્યવસ્થા સ્થિર થઈ ગઈ છે. જો કે, વ્યૂહાત્મક રીતે મહત્વના શ્રીલંકામાં પોતાના હરીફ ચીનના પ્રભાવનો સામનો કરવા માટે ભારત લાંબાગાળાનું રોકાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 1 અબજ ડોલરથી વધુ પ્રોજેક્ટ પર ચર્ચા ચાલી રહી છે જે શ્રીલંકામાં ભારતની હાજરીને મજબૂત કરવામાં મદદ કરશે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, દ્વીપની અર્થવ્યવસ્થામાં ચીનની મોટી ભૂમિકા રહી છે અને આ મામલે ચીનને પછાડવા માટે ભારત પૂરી તાકાત સાથે તૈયાર છે.

Download Our B K News Today App



Related News