દિલ્હી લીકર પોલીસી કેસમાં CBI દ્વારા મનિષ સિસોદિયાની લંબાણપૂર્વક પૂછપરછ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-27 15:59:47
  • Views : 486
  • Modified Date : 2023-02-27 15:59:47

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા લીકર પોલીસી કેસમાં પૂછપરછ માટે CBI સમક્ષ હાજર થયા હતા. CBI દ્વારા સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ તેમના સમર્થકો સાથે તેમની કારમાં તપાસ એજન્સીની ઓફિસ જવા રવાના થયા હતા. આ દરમિયાન પાર્ટી સમર્થકોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. CBI ઓફિસે પહોંચતા પહેલાં મનીષ સિસોદિયા રાજઘાટ ગયા હતા. પૂછપરછ માટે જતા પહેલાં મનીષ સિસોદિયા તેમનાં માતાને મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. સિસોદિયા CBI ઓફિસે લગભગ 15 મિનિટ મોડા પહોંચ્યા હતા.

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય સહિત અનેક સમર્થકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તેમની અટકાયત કરવામાં આવી છે.

CBI ઓફિસે પહોંચતા પહેલાં સિસોદિયાએ કહ્યું, 'હું તમને કહેવા માગું છું કે મને શાળાઓમાં ભણતાં બાળકો ખૂબ ગમે છે. એવું ન સમજતા કે શિક્ષણમંત્રી મનીષ ચાચા જેલમાં ગયા, હવે તો રજા પડી ગઈ. કોઈ રજા રહેશે નહીં. મારી અપેક્ષા મુજબ મહેનતથી અભ્યાસ કરજો. મન લગાવીને ભણજો. સારા માર્ક્સે પાસ થવાનું છે. જો મને ખબર પડશે કે અમારાં બાળકોએ બેદરકારી દાખવી તો મને દુઃખ થશે. જો મને આવી ખબર પડી તો હું ખાવાનું છોડી દઈશ.

મનીષ સિસોદિયાએ રાજઘાટ ખાતે કહ્યું હતું કે તેમની પત્ની બીમાર છે અને ઘરે એકલી છે, તેમની સંભાળ રાખવા વિનંતી કરી કારણ કે તેમનો પુત્ર પણ યુનિવર્સિટીમાં ભણે છે. આ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મનીષ સિસોદિયા, અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું, ચિંતા કરશો નહીં.

CBI ઓફિસે પહોંચતા પહેલાં સિસોદિયાએ લોકોના નામે એક સંદેશમાં કહ્યું હતું કે જ્યારે હું ટીવી ચેનલમાં હતો, ત્યારે સારી એવી સેલેરી હતી, એન્કર હતો. જીવન પણ સારું ચાલી રહ્યું હતું. તે બધું છોડીને હું કેજરીવાલની સાથે આવી ગયો. ઝૂંપડપટ્ટીમાં રહેતા લાકો માટે કામ કરવા લાગ્યો હતો. હવે આજે જ્યારે આ લોકો મને જેલમાં ધકેલી રહ્યા છે, ત્યારે મારી પત્ની ઘરે એકલી રહે છે, તે બીમાર રહે છે, પુત્ર યુનિવર્સિટીમાં ભણે છે. તમારે તેમનું ધ્યાન રાખવાનું છે

Download Our B K News Today App



Related News