મડેરા આઇલેન્ડ નજીક બસ પલટી જતાં ગંભીર અકસ્માત, 29નાં ઘટનાસ્થળે મોત; 22 ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 07:26:18
  • Views : 514
  • Modified Date : 2019-04-20 07:26:18

પોર્ટુગલના મડેરા હોલિડે આઇલેન્ડમાં એક કોચ બસને અકસ્માત નડતાં 29 લોકોનાં મોત થયા છે. આ બસ આઇલેન્ડની રાજધાની ફૂંચલ જઇ રહી હતી અને તેમાં 55 પેસેન્જર્સ સહિત 1 ગાઇડ હતો. સેન્ટ્રલ કેલિફોર્નિયાના સિટી સાન્તા ક્રૂઝ મેયર ફિલિપ સોસાએ કહ્યું કે, આ અકસ્માતમાં 12 પુરૂષો અને 17 મહિલાઓના મોત થયા છે. મોટાંભાગના જર્મનીના નાગરિકો હતા. પોર્ટુગિઝ નેશનલ ન્યૂઝ એજન્સી અનુસાર, અન્ય 22 લોકો ઘાયલ થયા છે. ડ્રાઇવરે વળાંક પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગઇ અને ટેકરી પર આવેલા એક મકાન પર પડી હતી. બસ ઓવરટર્ન્ડ થઇ ગઇ અને નજીકની રિમોટ હોટેલની નજીક ઉંધી પડી ગઇ હતી. 

Download Our B K News Today App



Related News