બ્રિટનનો નવો સ્ટ્રેન વધુ 13 લોકોમાં મળ્યો, અત્યાર સુધીમાં 20 દર્દીઓ આ વાઈરસથી સંક્રમિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:04:20
  • Views : 353
  • Modified Date : 2020-12-30 11:04:20

    દેશમાં બ્રિટનમાંથી મળેલા વધુ ખતરનાક કોરોનાવાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્ય વધીને 20 થઈ છે. બુધવારે 13 નવા દર્દીઓ મળ્યા છે. તે ક્યાં રાજ્યોમાંથી મળ્યા છે તે હજી સ્પષ્ટ થયું નથી. મંગળવારે નોંધાયેલા સાત દર્દીઓમાંથી 1-1 યુપી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે. જ્યારે ત્રણ કર્ણાટકના છે.બ્રિટનમાંથી પરત ફરેલી આંધપ્રદેશન એક મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે ભાગીને તે સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ હતો. જોકે તેના પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

    નવો સ્ટ્રેનના કેસ પ્રકાશમાં આવ્યા પછી કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે જણાવ્યું કે 9થી 22 ડિસેમ્બરની વચ્ચે ભારત આવેલા ઈન્ટરનેશનલ પેસેન્જર્સ, જે સિમ્પ્ટોમેટિક કે સંક્રમિત મળ્યા છે. તેમનું જીનોમ સિક્વેન્સિંગ જરૂરી હશે. જ્યારે 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરવામાં આવેલી UKની ઉડાનોને આગળ પણ બંધ કરવામાં આવી શકે છે. યુનિયન એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કહ્યું મને લાગે છે કે અમારે તમામ UKની ફ્લાઈટ્સના સસ્પેન્શનને થોડું વધારવું પડી શકે છે.25 નવેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે બ્રિટનથી લગભગ 33 હજાર મુસાફરો ભારત આવ્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં 114 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેટલાક વધુ સેમ્પલ્સમાં નવા જીનોમ હોવાનું જાણવા મળ્યું છે. પોઝિટિવ મળેલા દર્દીઓને રાજ્યોમાં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને અલગ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. નવા સંક્રમિતોના સંપર્કમાં આવેલા બીજા લોકોની પણ તપાસ કરાઈ રહી છે.

    જીનોમ સીક્વેન્સિંગ કોઈ પણ વાઈરસની સંપૂર્ણ માહિતી છે, જેમાં વાઈરસનો સંપૂર્ણ ડેટા હોય છે. વાઈરસ કેવો હોય છે? કેવો દેખાય છે? તેની માહિતી જીનોમમાં મળે છે. વાઈરસના મોટા ગ્રુપને જીનોમ કહેવામાં આવે છે. વાઈરસ વિશે જાણવાની પ્રોસેસને જીનોમ સિક્વેંન્સિંગ કહેવામાં આવે છે. તેના દ્વારા કોરોનાના નવા સ્ટ્રેન વિશે તપાસ કરાઈ રહી છે.



Download Our B K News Today App



Related News