બ્રિટને 17 જુલાઈ સુધી લોકડાઉન વધાર્યું, પાકિસ્તાનમાં રશિયાની સ્પૂતનિક V વેક્સિનને મંજૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 13:53:22
  • Views : 379
  • Modified Date : 2021-01-25 13:53:22

    પાંચ દિવસ પછી બ્રિટનને કોરોનાથી થોડી રાહત મળી છે. દેશમાં 19 જાન્યુઆરીથી સતત એક હજારથી વધુ મોત થઈ રહ્યાં હતા. રવિવારે આ સંખ્યા 610 રહી હતી. દરેક દિવસે 30 હજારથી વધુ દર્દીઓ નવા મળી રહ્યાં છે. તેને જોતા સરકારે દેશમાં લોકડાઉન 17 જુલાઈ સુધી વધારી દીધું છે. બીજી તરફ પાકિસ્તાને રશિયાની સ્પૂતનિક V વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે.બ્રિટનમાં વધુ ખતરાવાળા દેશોમાંથી આવનારા મુસાફરોને 10 દિવસ સુધી ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. આજે આ મુદ્દે કેબિનેટની બેઠક થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ આ પ્રકારના નિયમ બનાવ્યા છે. નવા વેરિઅન્ટના વધતા ખતરાની વચ્ચે અહીં અત્યાર સુધીમાં 36,47,563 કેસ મળ્યા છે.

    દેશમાં રવિવારે 30,004 દર્દીઓમાં વાઈરસની પુષ્ટિ થઈ છે. અહીં સાઉથ આફ્રિકા વેરિઅન્ટના 77 અને બ્રાઝીલ વેરિઅન્ટના 9 કેસ મળ્યા છે. હેલ્થ મિનિસ્ટર મેટ હેન્કોકે જણાવ્યું કે શરૂઆતના સબક ઈશારા કરી રહ્યાં છે કે લોકડાઉનના કારણે નવા કેસ ઘટી રહ્યાં છે.સ્પૂતનિક V પાકિસ્તાનમાં એપ્રુવલ મેળવનારી ત્રીજી વેક્સિન છે. એક લોકલ ફાર્મા કંપનીને તેના ઈમ્પોર્ટ અને ડિસ્ટ્રીબ્યુશન માટે કહેવામાં આવ્યું છે. ગત સપ્તાહમાં પાકિસ્તાનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ચીનની કંપની સિનોફાર્માની વેક્સિનને એપ્રુવલ મળ્યું હતું. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 5,34,041 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 11,318ના મોત થયા છે.

    થોડા દિવસો પહેલા યુરોપીય દેશ હંગરીએ સ્પૂતનિક Vને મંજૂરી આપી હતી. આમ કરનાર તે યુરોપનો પ્રથમ દેશ છે. તેના થોડા દિવસ પછી યુએઈ પણ આ વેક્સિનને એપ્રુવ કરી દીધી. પાકિસ્તાન પહેલા 12 દેશ તેને એપ્રુવલ આપી ચૂક્યા છે.મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રેડોર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં તેમના હલ્કા લક્ષણ દેખાઈ રહ્યાં છે.



Download Our B K News Today App



Related News