બ્રિટનની કંપની પ્લાસ્ટિક કચરામાંથી ઈંધણ બનાવશે, હાઈડ્રોજન કાર માટે તેનો ઉપયોગ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 12:41:09
  • Views : 493
  • Modified Date : 2019-11-03 12:41:09

બ્રિટનમાં પ્રત્યેક વર્ષ આશરે 50 લાખ ટન પ્લાસ્ટીક કચરો નિકળે છે. તેમાંથી ત્રીજા ભાગ કરતાં ઓછા કચરાનું પણ રિસાઈકલિંગ થઈ શકતું નથી. બ્રિટનની હાઉસ એનર્જી કંપનીએ કહ્યું છે કે તે આ કચરામાંથી ઈંધણ બનાવશે, જેનો ઉપયોગ હાઈડ્રોજન કાર્સ માટે કરી શકાશે. પાવર હાઉસ એનર્જીએ એક એવી પ્રક્રિયા વિકસિત કરી છે, જેમાં કચરામાં સમાવિષ્ટ પદાર્થોને નાના-નાના ટૂકડામાં પરિવર્તિત કરવામાં આવે છે અને ત્યારબાદ આશરે 1800 ડિગ્રી ફેરનહિટ (815 સેલ્સિયસ) તાપમાન સુધી ગરમ કરે છે. તેનાથી સિન્થેટીક ગેસનું ઉત્પાદન થાય છે, જે હાઈડ્રોજન, મિથેન અને કાર્બનઓક્સાઈડનું મિશ્રણ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે સિન્થેટીક ગેસને સળગાવી વીજળીનું ઉત્પાદન કરી શકાય છે અથવા તો તેમાંથી હાઈડ્રોજન અલગ કરી વાહનોમાં ઈંધણ સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય છે.હાઈડ્રોજન ઈંધણ સેલવાળા વાહન ઈલેક્ટ્રીક મોટર્સથી સંચાલિત હોય છે. જ્યાં સુધી સેલને હાઈડ્રોજન અને ઓક્સિજનનો પૂરવઠો મળે છે ત્યાં સુધી વીજળી ઉત્પાદન થતુ રહે છે.હાઈડ્રોજન કારના ફાયદા બેટરીથી સંચાલિત કારોની તુલનામાં હાઈડ્રોજન ઈંધણવાળી કારના બે ફાયદા છે. પ્રથમ કારને લાંબા અંતર સુધી ડ્રાઈવ કરી શકાય છે. બીજુ, ઈંધણ ભરવામાં સમય લાગે છે, જ્યારે બેટરીને ચાર્જ કરવામાં કલાકોનો સમય લાગે છે.જાપાનમાં 2025 સુધી 2 લાખ હાઈડ્રોજન કાર હશે. પાવર હાઉસ એનર્જીના સીઈઓએ કહ્યું છે કે ટ્રાન્સપોર્ટ માટે હાઈડ્રોજન વધારે સારું ઈંધણ છે. મોટી ટ્રકો અને બસો માટે ભવિષ્યમાં આ પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવામાં આવશે. વર્તમાન સમયમાં સૌથી મોટી સમસ્યા એ છે કે હાઈડ્રોજન ફ્યુઅલ સ્ટેશન હજુ ઘણી ઓછી સંખ્યામાં છે અને ઘણા દૂર-દૂર હોય છે. બ્રિટનમાં આ પ્રકારના ઈંધણ સ્ટેશન 20 કરતા પણ ઓછા છે. જાપાનનો લક્ષ્ય છે કે 2025 સુધી તે માર્ગો પર બે લાખ હાઈડ્રોજન કાર હોય. આશરે 320 ફ્યુઅલ સ્ટેશન લગાવવામાં આવશે.કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. અમેરિકામાં એનજીઓ યુનિયન ઓફ કન્સર્નડ સાયન્ટીસ્ટ્સના મતે હાઈડ્રોજન કાર પરંપરાગત વાહનોની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં 30 ટકા કરતાં વધારે ઘટાડો થઈ શકે છે. પાવર હાઉસ એનર્જીની બ્રિટનમાં 11 જગ્યા પર પ્લાસ્ટીક કચરાથી ઈંધણની પ્રક્રિયા શરૂ કરવાની યોજના છે. કંપનીના મતે હાઈડ્રોજન ઈંધણનો ઉપયોગ કરવાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો આવશે.

Download Our B K News Today App



Related News