બંને પાલનપુરના યુવકો ડ્રગ્સ આપવા અમદાવાદ આવ્યા હતા, 30 લાખના ડ્રગ્સ સાથે પાલનપુરના બે શખસની ધરપકડ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-30 15:03:03
  • Views : 459
  • Modified Date : 2022-12-30 15:03:03

31 ડિસે.ને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દારૂ-ડ્રગ્સની બદી સામે પોલીસ સજ્જ થઇ ગઇ છે. ખાસ કરી એસઓજીની ટીમ સતત ડ્રગ્સના પેડલરને ઝડપી લઇ કાર્યવાહી કરી રહી છે. ત્યારે સતત ત્રીજા દિવસે એસઓજીની ટીમે 296 ગ્રામ મેફેડ્રોનના 29.67 લાખના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.

એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ તેમના સ્ટાફને ડ્રગ્સની બદીઓ ઝડપી લેવા સુચના જારી કરી હતી. ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ છત્રસિંહને બાતમી મળી હતી કે, વસ્ત્રાપુર સિંઘુભવન રોડ પર આવેલ ટાઇમ્સ સ્કેવર બિલ્ડિંગ પાસે કેટલાક લોકો જાહેરમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વેચી રહ્યાં છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. ત્યારે ત્યાં ઇરફાન ઉર્ફે પોપટ હુસેનભાઇ સિંઘી(રહે.પાલનપુર) અને નયામત અલીખાન અકબરખાન નાગોરોની ઝડપી લીધા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી 296 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જેની કિંમત 29.67 લાખ અને 1.50 લાખની ડિઝાયર કાર સહિત 31.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કોની પાસેથી ડ્રગ્સ લાવ્યો, ક્યાં આપવાનો હતો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે, આરોપી કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરતો હતો સહિતના મુદ્દે તપાસ હાથ ધરશે.

Download Our B K News Today App



Related News