શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ બોમ , 129નાં મોત અને 300થી વધુ લોકો ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 07:39:00
  • Views : 540
  • Modified Date : 2019-04-21 07:39:00

શ્રીલંકાની રાજધાની કોલંબો અને અન્ય હિસ્સામાં અનેક વિસ્ફોટ થયાના અહેવાલ મળી રહ્યા છે.  આ વિસ્ફોટ શ્રીલંકાના અનેક હિસ્સામાં થયા છે.  ઇસ્ટરના પર્વ દરમિયાન પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં બોમ્બ વિસ્ફોટ થતાં 129 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.બટિકાલોઆ, નેગોમબો અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલમાં વિસ્ફોટ થયા છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. સાથે તેમણે લોકોને તપાસમા સહયોગ કરવાની અપીલ પણ કરી છે. રાષ્ટ્રપતિએ હુમલાખોરોને શોધવાના આદેશ આપ્યા છે.

Download Our B K News Today App



Related News