પટનામાં ગંગા નદીમાં 15 મુસાફરો ભરેલી બોટ ઉંધી વળી ગઇઃ 7 લોકો લાપતા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 12:25:52
  • Views : 492
  • Modified Date : 2023-01-02 12:25:52

બિહારની રાજધાની પટનામાં ફરી એક મોટો અકસ્માત થયો છે. જેમાં મુસાફરો ભરેલી એક બોટ ગંગા નદીમાં પલટી ગઈ હતી. આ બોટમાં 15 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોની હજી પણ શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બિહારની રાજધાની પટનામાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. પટનાના માનેર મહાવીર ટોલા ગંગા નંદી ઘાટ પર મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ. આ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે આ બોટમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી 7 લોકો હજુ પણ લાપતા છે. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. બોટમાં સવાર લોકો પાણીમાં ડૂબવા લાગ્યા. કોઈક રીતે બાકીના લોકો નદીમાંથી બહાર આવ્યા. તે જ સમયે, સાત લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લોકોની મદદથી પોલીસે બોટમાં સવાર મુસાફરોની શોધખોળ શરૂ કરી છે. માનેર પોલીસ સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

જ્યારે લોકોને ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપી પાડી હતી. આ બાબતે ASI સત્ય નારાયણ સિંહે કહ્યું કે એનડીઆરએફની ટીમ ગંગામાં લોકોને શોધવા માટે એકઠી થઈ છે. બચાવ કામગીરી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે પટનાના દિઘાને અડીને આવેલા સોનપુરમાં રેતીથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. આ બોટમાં 13 લોકો હતા જેમાંથી 8 લોકો તરીને કિનારે પહોંચ્યા હતા. આ અકસ્માત પિલર નંબર 10 અને 15 વચ્ચે થયો હતો. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જણાવવામાં આવ્યું હતું કે રેતીનું વહન કરતી બોટ ગંગા નદી પર બનેલા પુલના પિલર સાથે અથડાયા બાદ બેકાબૂ થઈ ગઈ હતી, ત્યારબાદ તે ડૂબી ગઈ હતી.

Download Our B K News Today App



Related News