પાકિસ્તાનના અનેક શહેરોમાં અંધારપટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-24 17:03:57
  • Views : 491
  • Modified Date : 2023-01-24 17:03:57

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં હવે અંધારપટ છવાઈ ગયો છે. દેશમાં પહેલા લોટ ખતમ થઈ ગયો ત્યારબાદ ગેસ અને પેટ્રોલનું સંકટ આવ્યું અને હવે વીજળીનો વારો છે. એવા રિપોર્ટ્સ છે કે પાકિસ્તાનનો એક મોટો હિસ્સો ઘણા સમયથી અંધારામાં ડૂબેલો છે.

ક્વેટા અને ગુડ્ડુ વચ્ચે હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઈનોમાં ખરાબીના પગલે દેશના અનેક  ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. પાકિસ્તાન પહેલેથી જ વીજળીની અછત અને લાંબા વીજ કાપનો સામનો કરી રહ્યું છે. સરકાર વીજળી બચાવવા માટે બજારોને 8 વાગ્યામાં બંધ કરવાના આદેશ આપી ચૂકી છે.

બલૂચિસ્તાનના 22 જિલ્લા સહિત ક્વેટા ઈસ્લામાબાદ, લાહોર મુલ્તાન ક્ષેત્રના અનેક શહેરો અને કરાચી જેવા જિલ્લાઓમાં વીજળી ડૂલ થઈ છે. લાહોરમાં મોલ રોડ, કનાલ રોડ  અને અન્ય વિસ્તારોમાં લોકો વીજ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે લાઈનોમાં ટેક્નિકલ ખરાબીના પગલે સિંધ, ખૈબર પખ્તુન્ખ્વા, પંજાબ અને ઈસ્લામાબાદમાં વીજળી ગઈ છે.

બલૂચિસ્તાનના 22 શહેરોમાં સવારથી વીજળી નથી. અહીં ગુડ્ડુથી ક્વેટા વચ્ચે 2 સપ્લાય લાઈનમાં ગડબડી છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન આ વર્ષે જ નવો એનર્જી પ્લાન લઈને આવ્યું છે. ગત વર્ષ ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટો પાવરકટ થયો હતો ત્યારે કરાચી, લાહોર જેવા શહેરોમાં લગભગ 12 કલાક વીજળી ગૂલ થઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News