બીજાની જિંદગીમાં માથું મારવું…એ આપનો શોખ તો નથી ને ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 14:16:26
  • Views : 554
  • Modified Date : 2019-06-20 14:16:26

આ પ્રકારની વાતો આપણી આસપાસ પણ થાય છે અને આ રોજની વાત છે ક્યારેક જાણ્યે અજાણ્યે તો ક્યારેક જાણી જોઈને, તો ક્યારેક ટાઇમપાસ અને ફન તરીકે આપણે મોટે ભાગે બીજાઓના જીવનમાં માથાં મારીએ છીએ અને તેમના જીવનમાં અંચૂપાત કરીએ છીએ એ ધીમે ધીમે આપણી આદત અનેઆપણો સ્વભાવ બની જાય છે. શું તમે તો એવા લોકોમાં નથી આવતાને ? જેઓ આ રીતે અન્યના જીવનમાં માથા મારતા હોય..કેમ મારીએ છીએ માથું ?

  • આ માનવીય સ્વભાવનો હિસ્સો છે કે આપણે એક જિજ્ઞાસાવશ લોકોના વિશે જાણવા ઇચ્છીએ છીએ. આ જિજ્ઞાસા જ્યારે હદથી વધુ વધી જાય છે, તો તે અકારણની માથાકૂટમાં પરિર્વિતત થઈ જાય છે.
  • મોટે ભાગે આપણી કમજોરી છુપાવવા માટે આપણે બીજાઓમાં ખામીઓ ખોળવા મંડીએ છીએ. આ એક રીતે ખુદને ભ્રમિત કરવા જેવું છે. કે આપણે તો પરફેક્ટ છીએ, આપણા બાળકો પણ શિષ્ટ સંયમી છે, બીજાઓમાં જ ખામીઓ છે.
  • ક્યારેક ક્યારેક આપણી પાસે એટલો નવરાશનો સમય હોય છે ને કે તેને પસાર કરવા માટે આ બાબત સૌથી વધુ ઉચિત લાગે છે કે જોઈએ આસપાસ શું ચાલી રહ્યું છે ?
  • બીજાઓ પ્રત્યે અભિપ્રાય બાંધવો સૌથી આસાન લાગે છે. આપણે સમજ્યા-વિચાર્યા વગર તેને જજ કરવા લાગીએ છીએ અને પછી આપણને આ કાર્ય મજેદાર લાગવા માંડે છે.
  • માનવીના સ્વભાવમાં ઇર્ષ્યા પણ હોય છે. આપણે ઇર્ષ્યાવશ પણ આમ કરીએ છીએ કોઈની વધુ પડતી કામયાબી, કાબેલિયત આપણને સહન નથી થતી, તો આપણે એની જીવનમાં માથું મારીને તેની કમજોરીઓ શોધવા કોશિશ કરવા લાગીએ છીએ અને પોતાની સલાહ સૂચન બનાવી લઈએ છીએ.
  • એનાથી એક પ્રકારની સંતુષ્ટિ મળે છે કે, આપણે કામયાબ ન થઈ શક્યા, કેમ કે આપણે તેની માફક ખોટા રસ્તા પર ન ચાલ્યા, આપણે તેની માફક મોડી રાત સુધી ઘરની બહાર નથી રહેતા આપણે એની જેમ સિનિયરને પટાવતા નથી વગેરે..
  • ક્યાંકને ક્યાંક આપણી હીનભાવના પણ આપણને આ પ્રકારનો વ્યવહાર કરવા માટે મજબૂર કરે છે. આપણે ખુદને સામેવાળા કરતાં બહેતર અને શ્રેષ્ઠ દર્શાવવાના ચક્કરમાં આવું કરવા લાગીએ છીએ.
  • આપણો પહેલાંનો અનુભવ પણ આપણને આ વધુ શીખવે છે. આપણે આપણા પરિવારમાં આ જ જોતા આવ્યા હોઈએ છીએ ક્યારે ક ગોસિપના નામે, તો ક્યારેક ટોણાં મારવાના બહાને, તો ક્યારેક સામી વ્યક્તિને નીચી દર્શાવવા માટે તેની જિંદગીનું રહસ્ય કે કોઈપણ એવી વાત જાણવાની કોશિશ કરીએ છીએ. આ બધું આપણે પણ શીખીએ છીએ અને આગળ જતા આવો જ વ્યવહાર કરીએ છીએ.

યોગ્ય છે.. આમ કરવું ?

  • આને યોગ્ય તો ન જ કહી શકાય પરંતુ આ માનવીય સ્વભાવનો એક હિસ્સો છે, તો એને સંપૂર્ણપણે બંધ પણ નથી કરી શકાતો
  • કોઈની જિંદગીમાં માથું મારવાનો અર્થ એ છે કે તમે તેની પ્રાઇવેસીમાં દખલ કરી રહ્યાં છો. જે તદ્દન ખોટું છે.
  • માત્ર ખોટું જ છે એવું નથી, બલકે કાનૂની ગુનો પણ બને છે.
  • આપણને એ ખબર નથી હોતી કે સામેવાળી વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં છે. તે આમ કેમ અને શું કરી રહી છે ? આપણે ફાલતુમાં જ મજા માણવા માટે તેના સમ્માનની સાથે દખલ કરવા લાગીએ છીએ.
  • આ શિષ્ટાચારની વિરુદ્ધ પણ છે અને એક રીતે માનવતાની વિરુદ્ધ પણ કાણવગર કોઈની અંગત જિંદગીમાં શું માથું મારવાનું.. !
  • જે રીતે આપણે એમ માનીએ છીએ કે અમારી જિંદગી પર અમારો હક છે, બીજા કોઈને અમારા વિશે ખોટો પ્રચાર કરવાનો અધિકાર નથી, એ જ રીતે આ નિયમ આપણા પર પણ પડે છે.
  • પરંતુ આપણે આપણો અધિકાર તો યાદ રાખીએ છીએ પણ આપણી હદ-કર્તવ્ય ને મર્યાદા ભૂલી જઈએ છીએ.
  • જો આપણા કોઈપણ કૃત્યથી કોઈના માન-સન્માન સ્વતંત્રતા કે મર્યાદાને ઠેસ પહોંચાડી હોય તો એ યોગ્ય નથી.
  • કોણે કેવા કપડાં પહેર્યા છે, કોણ કેટલા વાગે ઘરે પરત આવે છે કે કોના ઘરમાં કોનું આવનજાવન રહે છે. આ તમામ વાતોનું ધ્યાન રાખવાથી આપણને કંઈ ફાયદો થતો નથી.
  • આપણે જ્યારે સંસ્કારોની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણાં જ સંસ્કાર આપણે જોવા જોઈએ.

કેવી રીતે સુધારીશું આ આદત ?

  • કોઈનાય વિશે ત્વરિત ધારણા ન ધારો અને એનો પ્રચાર-પ્રસાર આડોશ પાડોશમાં ન કરો.
  • બીજાઓ અંગે જાણવાની પળોજણને ત્વજો.
  • ખુદને તે વ્યક્તિની જગા પર મૂકી જુઓ.
  • તેના બાળપણથી માંડીને તેની દયા-અવસ્થા અને હાલત સમજવાની કોશિશ કરો.
  • બીજા પ્રત્યે એટલા જ સંવેદનશીલ બનો, જેટલા પોતાના પ્રત્યે રહો છો.
  • આપની ઇર્ષ્યા અને હીનભાવનાથી ઉપર ઊઠીને લોકોને જુઓ.
  • એ ન ભૂલો કે આપણા વિશે પણ લોકો આ જ પ્રકારની વિચારધારા અજમાવી શકે છે. આપણને કેવું લાગે ? જો કોઈ આપણી જિંદગીમાં ડોકારીયા કરે તો ?
  • સાચું તો એ છે કે વર્માજીની બેટી મીડિયામાં કામ કરે છે, તેની લેટ નાઇટ શિફ્ટ હોય છે. એટલે તે મોડી આવે છે.
  • ગુપ્તાજીની પત્ની સજી-ધજીને એટલે રહે છે કે તેની બહેને જ કહ્યું હતું કે, તેના જીજાજી બેહદ જિંદાદિલ અને ખુશમિજાજ માનવી હતા અને તે નહોતા ઇચ્છતા કે તેમના નિધન પછી કોઈ દુઃખી થઈને આસું વહાવે બલકે બધાં હસી-ખુશીથી તેમને યાદ કરે. એટલે બધાં એ એ નિર્ણય લીધો કે બધાં તેમની ઇચ્છાનું સન્માન કરે.
  • સોનાલીનું સત્ય એ હતું કે, આજે તેની મેરેજ એનિવર્સરી પણ છે. એટલે તે નવાં કપડાં અને મેકઅપમાં નજરે પડી રહી છે.

આ માત્ર થોડા ઉદાહરણ છે, પરંતુ આમાં ક્યાંકને ક્યાંક આપણા બધાની સચ્ચાઈ છુપાયેલી છે. બહેતર એ રહેશે કે આપણે બહેતર અને સમજદાર માનવી બનીએ, કેમ કે, આખરે આપણાંથી જ તો પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી દેશ અને દેશથી દુનિયા બને છે. જેથી આપણી વિચારધારા હશે, એવી જ આપણી દુનિયા પણ હશે, આપણી દુનિયાને બહેતર બનાવવા માટે વિચારધારાને પણ બહેતર બનાવવી પડશે.

Download Our B K News Today App



Related News