બાઈડેનની જીત પર બંધારણીય મહોર લાગશે, જાણો અમેરિકન સંસદ કઈ રીતે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીને અંજામ આપશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:57:49
  • Views : 412
  • Modified Date : 2021-01-06 12:57:49

    અમેરિકામાં આજે ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી થશે. તેના પછી ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડેન (પ્રેસિડન્ટ ઈલેક્ટ)ની જીત પર મહોર લાગી જશે. બાઈડેન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. શપથવાળા દિવસને ઈનોગરેશન ડે કહેવાય છે.અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી 3 નવેમ્બરે થઈ હતી. ઈલેક્ટોરલ કોલેજ વોટિંગ 14 ડિસેમ્બરે થયું હતું. હવે ઈલેક્ટોરલ કોલેજ વોટોની ઔપચારિક ગણતરી અમેરિકન સંસદના બંને ગૃહો સંયુક્ત રીતે કરશે. બીજા શબ્દોમાં કહીએ તો સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (HOR)ની કમ્બાઈન્ડ મીટિંગ થશે. અહીં આ પ્રોસેસને સમજવાની કોશિશ કરીએ.

    સેનેટના 100 અને HORના 435 સભ્યો સાથે બેસશે. આ મીટિંગ HOR બિલ્ડીંગમાં થશે. તેને તમે આપણી લોકસભા જેવું માની શકો છો. 3 નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી સાથે જ HORના 435 અને સેનેટના એક તૃતિયાંશ (33) સભ્યોની પણ ચૂંટણી થઈ. સાંસદોના શપથ રાષ્ટ્રપ્રમુખના શપથ ગ્રહણ અગાઉ થાય છે. આથી, તેઓ બંધારણીય રીતે દેશના ભાવિ રાષ્ટ્રપ્રમુખના નામ પર મહોર લગાવે છે.
સંયુક્ત બેઠકની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપ્રમુખ (આ વખતે માઈક પેન્સ) કરે છે. આલ્ફાબેટિકલી દરેક રાજ્યના બેલેટ બોક્સ ખોલવામાં આવે છે. નામ લઈને જણાવાય છે કે કયા ઈલેક્ટરે કયા કેન્ડિડેટને વોટ આપ્યો છે.

    માનો કે બંને કેન્ડિડેટ્સને 269-269 વોટ મળે તો શું થશે? આ સ્થિતિમાં એ જ સમયે સંસદ આકસ્મિક ચૂંટણી (કન્ટિજન્ટ ઈલેક્શન) કરશે. તેમાં પણ એક પેચ છે. જો રાષ્ટ્રપ્રમુખનો મામલો ફસાય તો HOR અને જો ઉપરાષ્ટ્રપ્રમુખ નક્કી ન થઈ શકતા હોય તો સેનેટ નિર્ણય કરે છે.રાષ્ટ્રપ્રમુખના મામલે દરેક રાજ્યનો એક જ વોટ હશે. એટલે કે 50 રાજ્ય અને એટલા જ એટલે કે 50 વોટ. જે કેન્ડિડેટને 26 કે તેનાથી વધુ વોટ મળશે તે જીતી જશે. ઉપરાષ્ટ્રપ્રમુખા મામલે સેનેટના 100 સભ્યો વોટ કરે છે. જેને 51 વોટ મળે છે તે જીતી જાય છે. 1836માં એવું થઈ ચૂક્યું છે.ટ્રમ્પે ન તો અત્યાર સુધી હાર માની છે અને ન તો પ્રેસિડન્ટ ઈલેક્ટને અભિનંદન આપવાની પરંપરા નિભાવી છે. તેઓ ઈલેક્શન ફ્રોડનો દાવો કરી રહ્યા છે. પરંતુ, ઈલેક્ટોરલ કોલેજ વોટિંગમાં બાઈડેનની જીત નક્કી થઈ ચૂકી છે, તેથી તેમની કાઉન્ટિંગ ઔપચારિકતા જ છે.

    મિસૌરીના સેનેટર જોશ હોલે કહે છે કે તેઓ ઈલેક્ટોરલ કોલેજની કાઉન્ટિંગ પર વાંધો નોંધાવશે. પરંતુ, અમેરિકન મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. બાઈડેનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળી ચૂક્યા છે. આથી, કોંગ્રેસમાં થનારી ગણતરી માત્ર ઔપચારિકતા છે. આનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં દરેક રાજ્યનું પોતાનું બંધારણ છે અને રાજ્ય પોતાના ઈલેક્ટર્સ વોટ્સને સર્ટિફાઈડ કરીને મોકલે છે. એટલે કે શંકાને કોઈ સ્થાન રહેતું નથી.‘શિકાગો ટ્રિબ્યુન’ના અનુસાર, HORમાં ડેમોક્રેટ્સની બહુમતી છે. આ ઉપરાંત અનેક રિપબ્લિકન સાંસદ એવા છે, જેઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે બાઈડેન જ પ્રેસિડન્ટ ઈલેક્ટ છે. મિચ મેક્ડોનેલ જેવા સિનિયર રિપબ્લિકન સાંસદ તો પોતાની પાર્ટીના અન્ય સાથીઓને કહી રહ્યા છે કે તેઓ કાઉન્ટિંગમાં કોઈ અવરોધ ન નાખે.

    અમેરિકામાં સામાન્ય રીતે રાષ્ટ્રપ્રમુખ બે કાર્યકાળ પૂરા કરે છે. ટ્રમ્પને પ્રથમ કાર્યકાળ પછી હારનો સામનો કરવો પડ્યો. સંયુક્ત સત્રની અધ્યક્ષતા વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સ કરશે. તેમણે ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડેનનું નામ રાષ્ટ્રપ્રમુખ અને કમલા હેરિસનું નામ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરવું પડશે. આ અસહજ સ્થિતિ હશે, કેમકે તેઓ ખુદ રિપબ્લિકન છે. આ ઉપરાંત તેમના બોસ એટલે કે ટ્રમ્પ હાર માનવાનો ઈનકાર કરતા રહ્યા છે.



Download Our B K News Today App



Related News