ભોપાલ ગેસ દુર્ઘટના: પીડિતોને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ફગાવી 7400 કરોડના વધારાના વળતરની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-14 13:53:13
  • Views : 567
  • Modified Date : 2023-03-14 13:53:13

સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો, કોર્ટે યુનિયન કાર્બાઇડ કંપની પાસેથી 7400 કરોડના વધારાના વળતરની માંગ કરતી કેન્દ્રની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દીધી છે. કેન્દ્રની અરજીને ફગાવતા કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતરમાં ઘોર બેદરકારી માટે ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરબીઆઈ પાસે પડેલી રૂ. 50 કરોડની રકમનો ઉપયોગ ભારત સરકાર બાકી રહેલઆ દાવાઓને પહોંચી વળવા માટે કરશે.7,844 કરોડ રૂપિયાના વધારાના વળતરની માંગ કરી હતીજણાવી દઈએ કે યુનિયન કાર્બાઇડ કોર્પોરેશને ભોપાલમાં ગેસ દુર્ઘટના બાદ 470 મિલિયન યુએસ ડોલરનું વળતર આપ્યું હતું પણ પીડિતોએ વધુ વળતરની માંગણી કરતાં કોર્ટનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે કેન્દ્રએ 1984ની દુર્ઘટનાના પીડિતોને કંપની પાસેથી 7,844 કરોડ રૂપિયાના વધારાના વળતરની માંગ કરી હતી અને કેન્દ્રએ વળતર વધારવા માટે ડિસેમ્બર 2010માં સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. કોર્ટે અરજીને ફગાવી દીધી 
સરકાર ઇચ્છતી હતી કે યુનિયન કાર્બાઇડ ગેસ દુર્ઘટનાના પીડિતોને આ પૈસા આપે જ્યારે યુનિયન કાર્બાઇડ કોર્પોરેશને કોર્ટમાં કહ્યું હતું કે તે 1989માં થયેલા કરાર સિવાય ભોપાલ ગેસ પીડિતોને વધુ પૈસા નહીં આપએ. આ અરજી પર 12 જાન્યુઆરીએ બેન્ચના તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ  નિર્ણય સુરક્ષિત રાખ્યો અને મંગળવારે કોર્ટે તે અરજી તેને ફગાવી દીધી હતી. વર્ષ 1984માં ભોપાલના કાઝી કેમ્પ અને જેપી નગર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો રાતે સૂતા હતા ત્યારે આરિફ નગરની અમેરિકી કંપની યૂનિયન કાર્બાઈડમાં ગેસના ટેંકમાંથી એક ટેંક જેનો નંબર 610 છે તેનો ખતરનાક ગેસ લિક થયો અને તેણે હજારો લોકોના જીવ લીધા. આ ગેસની અસર અનેક વર્ષો સુધી પણ લોકો ભોગવી રહ્યા છે. 40 ટન ગેસ થયો હતો લીક યૂનિયન કાર્બાઈડની ફેક્ટ્રીથી લગભગ 40 ટન ગેસ લીક થયો હતો. ગેસ લીકનું કારણ ટેંક નંબર 610માં ઝેરીલો મિથાઈલ આઈસો સાઈનેટ ગેસનું પાણીથી મિશ્રણ થવું હતું. આ કારણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સાથે તેમાં દબાણ આવતાં ટેંક ખુલી અને ગેસ બહાર આવી. આ ગેસે અનેક લોકોના જીવ લીધા. આ ગેસ લીકેજની ઘટના રાતે 10 વાગ્યાની આસપાસ બની હતી અને મોટી સંખ્યામાં તેની અસર જોવા મળવાની સાથે અનેક લોકોની લાશનો ઢેર થયો હતોસરકારી આંકડા કહે છે આવું યુનિયન કાર્બાઈડ સંયંત્રથી ફેલાયેલો ઝેરી ગેસ મિથાઈલ આઈસો સાઈનેટ ગેસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 4000થી ઓછી છે પણ દાવો કરાયો છે કે આ ઘટનામાં 16000થી પણ વધારે લોકોના મોત થયા હતા.  મધ્યપ્રદેશની સરકારે કહ્યું કે ગેસ લીકેજની ઘટનામાં  કુલ 5,74,376 લોકો પ્રભાવિત થયા હતા તો 3,787ના જીવ ગયા હતા. શરૂઆતમાં મૃત્યુ પામનારની સંખ્યા 2259 કહેવામાં આવી હતી અને થોડા સમય બાદ તેને અપડેટ કરાઈ હતી. 2006માં સરકારે જાહેર કરેલા શપથપત્રમાં કહેવાયું છે કે ગેસ લીકેજ કાંડમાં 558,125 લોકો પ્રભાવિત થયા હતા અને સાથે જ ગંભીર રીતે પ્રભાવિત થનારાની સંખ્યા 3,900ની હતી. આ લોકો અપંગતાનો શિકાર પણ બન્યા હતા. 

Download Our B K News Today App



Related News