ભૂંકપના બે ઝટકાથી ધ્રુજ્યું જાપાન, કોઈ જાનહાની નહીં, સુનામીની ચેતવણી અપાઈ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 10:50:10
  • Views : 516
  • Modified Date : 2019-05-10 10:50:10

જાપાનના દક્ષિણ સમુદ્ર કિનારે ભૂકંપની બે ઝટકા આવતાં ધરા ધ્રુજી હતી. અમેરિકાના જીઓલોજીકલ સરવેએ નોંધ્યા મુજબ 5.6 અને 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.  5.5ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ રાત્રે જાપાનના સમય મુજબ સવારે 7.43 કલાકે આવ્યો હતો અને જમીનથી નીચે 35 કિમી ઊંડે તેનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપની એપીસેન્ટર મિયાઝાકી-શીથી દક્ષિણપૂર્વમાં 44 કિમી દૂર હતું. પ્રથમ ઝટકાના એક કલાક પછી એજ જગ્યાએ 6.3ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો હતો. બીજા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 24 કિમીની ઊંડાઈએ હતું. હાલ કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર નથી. સાથે જ સુનામીની પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જાપાન ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં છે અને અહીં અવાર-નવાર ધરા ધ્રૂજતી રહે છે, પેસિફિક સમુદ્રના વિસ્તારને 'રીંગ ઓફ ફાયર' કહે છે અને આ વિસ્તારમાં જ્વાળામુખી પણ જમીનની અંદર સક્રિય છે તથા ગમે ત્યારે ફાટી નિકળતા હોય છે.

Download Our B K News Today App



Related News