ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુરને જાનથી મારી નાંખવાની ધમકી મળી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-27 16:38:34
  • Views : 146
  • Modified Date : 2022-12-27 16:38:34

ભાગવત કથા વાચક અને વૃંદાવનના પ્રિયકાંત જુ મિંરના સ્થાપક દેવકીનંદન ઠાકુરને જાનથી મારી નાંખવાની આજે ધમકી મળી હતી. કોઇ અજાણ્યા શખ્શે દેવકીનંદનને કોલ કરીને કહ્યું હતું કે તેમને બોંબથી ફૂંકી મારવામાં આવશે અથવા જીવતા સળગાવી દેવામાં આવશે. કોલ કરનાર વ્યક્તિએ દેવકીનંદન ઉપર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ મૂક્યો હતો અને અત્યંત ગંદી ગાળો પણ બોલી હતી. એમ કહેવાય છે કે આ કોલ સાઉદી અરેબિયાથી કરવામાં આવ્યો હતો. દેવકીનંદને કહ્યું હતું કે હું કોઇ ધર્ણની નિંદા કરતો નથી, ફક્ત સનાતન ધર્મનો પ્રસાર કરું છું અને કરતો રહીશ. મહારાષ્ટ્ર સરકારનો આભાર

પોતાને મળેલી ધમકી અંગે પ્રતિક્રિયા આપતા દેવકીનંદને કહ્યું હતું કે જેટલી ગાળો મને ફોન ઉપર આપવામાં વી હતી એટલી ગાળો મને ક્યારેય કોઇએ આપી નથી, પરંતુ તેઓને આ બાબત શીખવાડવામાં આવે છે. હું કોઇ ધર્મનો વિરોધી નથી, હું કોઇ ધર્મની નિંદા પણ કરતો નથી, પરંતુ હું મારા સમાજ માટે હંમેશા કામ કરતો રહીશ અ કોઇ ધમકી મને તેમ કરતો રોકી શકશે નહીં. મહારાષ્ટ્ર સરકારે મારી ફરિયાદને ગંભીરતાથી લીધી છે ને કથા મંડપની સુરક્ષા પણ વધારી દીધી છે

Download Our B K News Today App



Related News