દીકરીના બોયફ્રેન્ડને પોતાના ઘરમાં રાખ્યો, કહ્યું- ખુબ ખાતો હતો, ખર્ચો વધી ગયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 15:01:22
  • Views : 479
  • Modified Date : 2020-12-19 15:01:22

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઘટસ્ફોટ કર્યો છે કે, કોરોનાની મહામારીમાં ક્વોરન્ટિન સમય દરમિયાન તેમની દીકરીનો બોયફ્રેન્ડ તેમના જ ઘરમાં રહેતો હતો. ઓબામાએ એવું પણ કહ્યું કે,એક યુવાન માણસના વધારે ખાવાના કારણે તેમનું ગ્રોસરી બિલ 30ટકા સુધી વધુ ગયું હતું. એક શોમાં ઓબામાએ કહ્યું હતું કે, કોરોના મહામારીના શરૂઆતના દિવસોમાં દીકરી મલિયાનો બોયફ્રેન્ડ અમારા પરિવાર સાથે જ ક્વોરન્ટિન થયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, વિઝા અંગે ઘણી વસ્તુઓ હતી, તેની જોબ હતી. એટલા માટે અમે તેને અમારી સાથે રહેવા દીધો. હું તેને ગમાડવા નહોતો માગતો ,પણ તે સારો બાળક છે.ઓબામાએ એવું પણ જણાવ્યું કે, ક્વોરન્ટિન દરમિયાન દીકરી મલિયા, સાશા અને રોરી સાથે તેમને શ્રેષ્ઠ ક્ષણો પસાર કરી છે.


ઓબામાએ આ લોકોને કાર્ડ ગેમ્સ રમતા શીખવી.ઓબામાએ જણાવ્યું કે, રોરીની ડાયટ તેમની દીકરીઓ કરતા ઘણું અલગ હતું. તેને જમતા જોઈને અજુકતું લાગતું હતું. આનાથી ગ્રોસરી બિલ 30 ટકા વધી ગયું.મલિયા ઓબામાની મોટી દીકરી છે. તે 22 વર્ષની છે. મલિયા ઓબામા અને તેનો બોયફ્રેન્ડ ફર્કુહર્સન 2017માં હાર્વર્ડમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા.

Download Our B K News Today App



Related News