5 જહાજથી 1776 રોહિંગ્યા શરણાર્થીઓને એકાંત દ્વીપ મોકલ્યા, માનવધિકાર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 14:43:26
  • Views : 385
  • Modified Date : 2020-12-30 14:43:26

    માનવધિકાર સંગઠનોના વિરોધ છતાં બાંગ્લાદેશની નૌસેનાએ મંગળવારે 1776 રોહિંગ્યા શરણાર્થીઓને એકાંત દ્વીપ મોકલી દીધા છે. તેમને ચટગામના પોર્ટથી પાંચ જહાજો દ્વારા ભાસન ચાર દ્વીપ લઈ જવામાં આવ્યા છે. શરણાર્થીઓ ત્રણ કલાકમાં ત્યાં પહોંચી ગયા હતા.

    આ વિશે માનવધિકાર સંગઠન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, શરણાર્થીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ રોહિંગ્યાઓને આઈલેન્ડ પર કેદ કરવા માંગે છે. બીજી બાજુ વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, સરકાર માત્ર ત્યાં 700 રોંહિગ્યાઓને મોકલવા માંગતી હતી પરંતુ બાકીના 1500 લોકો સ્વેચ્છાએ જવા માટે તૈયાર થયા છે. તેથી તે લોકોને જ ત્યાં મોકલવામાં આવ્યા છે જે લોકો દ્વીપ પર જવા માંગતા હતા. તેમના પર કોઈ પ્રકારનું પ્રેશર કરવામાં આવ્યું નથી.સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશ 825 કરોડના ખર્ચે 20વર્ષ જૂના ભાસન ચાર દ્વીપને રિનોવેટ કર્યો છે. અહિં અંદાજે 1 લાખ રોહિંગ્યા શરણાર્થીઓને વસાવવામાં આવશે. અહીં દ્વીપ જળભાગથી 34 કિમી દૂર છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશની વસતી 16.15 કરોડ છે. પરંતુ અહીં કોક્સ બાજાર જિલ્લામાં અંદાજે 8 લાખથી વઘારે રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે. તેમાંથી મોટા ભાગના શરણાર્થીઓ મ્યાનામારના છે.


    ભાસન ચાર દ્વીપ 20 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો. આ દ્વીપ મોટા ભાગે વરસાદમાં ડૂબી જાય છે. પરંતુ બાંગ્લાદેશની નૌસેનાએ 11.2 કરોડ ડોલર (અંદાજે 825 કરોડ)ના ખર્ચે દ્વીપના કિનારાનું રિનોવેશન કરાવ્યું છે. અહીં મકાન, હોસ્પિટલ અને મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલાં અધિકારીઓએ 4 ડિસેમ્બરે 1642 રોહિંગ્યા શરણાર્થીઓને દ્વીપ પર મોકલ્યા હતા. ત્યારે પણ માનવધિકાર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

Download Our B K News Today App



Related News