બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ વિક્રમી સપાટીએ પહોંચતા કિલોના રૂ. 220

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 12:55:33
  • Views : 482
  • Modified Date : 2019-11-18 12:55:33

દક્ષિણ એશિયાના દેશોમાં ડુંગળીના ભાવ સામાન્ય રીતે સંવેદનશીલ હોય છે અને તે ઘણીવખત રાજકીય મુદ્દો બની જાય છે જેમાં શાસક પક્ષ માટે મોટો પડકાર બની જાય છે. ત્યારે તાજેતરમાં ભારત, પાકિસ્તાન અને વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં પણ ડુંગળીના ભાવોમાં અસહ્ય વધારો થયો છે.જેમાં ભારતે ડુંગળીની આયાત પર પ્રતિબંધ મુકતા અને પોતાને ત્યાં ડુંગળીના ઓછા ઉત્પાદનની સ્થિતિ વચ્ચે પડોશી દેશ બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવોમાં વિક્રમજનક ઉછાળો આવ્યો છે. જેના કારણે બાંગ્લાદેશમાં ડુંગળીની કારમી તંગી સર્જાઈ છે એ તે બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે તેણે હવાઈ માર્ગે એટલે કે વિમાન માર્ગે ડુંગળીની આયાત કરી છે અને દેશના વડાપ્રધાન શેખ હસિનાએ પણ તેમના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ સ્થાનિક ચલણ પ્રમાણે 260 ટાક એટલે કે ભારતીય રૂપિયામાં જોઈએ તો પ્રતિ કીલો રૂપિયા 220 થયા છે.આમ મ્યાનમાર, તુર્કી, ચીન અને ઈજિપ્તમાંથી આયાત કર્યા બાદ બાંગ્લાદેશે ચિત્તગાંવ સિટીના મહત્વના બંદર ખાતે ડુંગળીના કેટલાક કન્સાઈનમેન્ટ આવી પહોંચ્યા છે. સરકાર હસ્તકની ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ (TCB) પણ રાજધાની ઢાકામાં ડૂંગળીનું ડિસ્કાઉન્ટથી વેચાણ કરી રહ્યું છે.આમ દેશમાં દરોડા પાડી આશરે 2,000 સંગ્રહખોરોને દંડ કર્યો અને સજા કરી છે.આમ બજાર નિષ્ણાતો ડુંગળીના તીવ્ર વધી રહેલા ભાવો માટે સંગ્રહખોરીને પણ એક કારણ માની રહ્યા છે. સરકારી એજન્સીઓએ દેશભરમાં કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા છે અને છેલ્લા બે મહિનામાં સંગ્રહખોરી કરનારા આશરે 2,000 કરતાં વધારે વ્યાપારીઓને દંડ કર્યા છે અને જેલની સજા કરી છે.બીજીબાજુ બાંગ્લાદેશમાં વિપક્ષે ડુંગળીના વિક્રમજનક ભાવોનો વિરોધ કરવા માટે દેશભરમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે. તેમણે ડુંગળીની તંગી માટે સરકારને જવાબદાર ઠરાવી હતી.હોટેલો અને રેસ્ટોરેન્ટના મેનૂ તથા તૈયાર કરવામાં આવતા ભોજનમાંથી ડુંગળી અદ્રશ્ય થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં પ્રત્યેક વર્ષ આશરે 24 લાખ ટન ડુંગળીની માગ રહે છે જે પૈકી તે 7 થી 11 લાખ ટન આયાત કરે છે. સામાન્ય રીતે બાંગ્લાદેશ ભારતમાંથી ડુંગળીની આયાત કરતું હોય છે. પરંતુ ભારતે સપ્ટેમ્બરના અંત ભાગમાં ડુંગળીની આયાત પર પ્રતિબંધ મુક્યો હતો.

Download Our B K News Today App



Related News