13 યુરોપિયન દેશોમાં UKથી આવનારા લોકો પર પ્રતિબંધ, USમાં 44 લાખ કરોડ રૂપિયાના રાહત ફન્ડને મંજૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 11:38:53
  • Views : 356
  • Modified Date : 2020-12-21 11:38:53

    એક તરફ, વિશ્વ કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યું છે, જોકે મહામારીનું જોખમ હજી પણ ઘટ્યું નથી. બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થયું હોવા છતાં વાઈરસમાં મ્યુટેશન (કોરોના વાઈરસનું નવું વેરિયેન્ટ)ની વાત પ્રકાશમાં આવી છે. અહીં સરકારે કડક પ્રતિબંધો પણ લાગુ કરી દીધા છે. લંડનમાં લોકોને ઘરમાંથી નીકળવાની મનાઈ હોઈ શકે છે, જ્યારે 13 યુરોપિયન દેશ- ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેન્માર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે UKથી આવનારી ફલાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ, અમેરિકા સંસદે કોરોના રાહત માટે 900 બિલિયન ડોલર(લગભગ 44 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત ફન્ડને મંજૂરી આપી દીધી છે.વિશ્વમાં કોરોનાના 7 કરોડ 71 લાખ 69 હજાર 359 કેસ થઈ ચૂક્યા છે. સારી વાત એ છે કે 5 કરોડ 40 લાખ 88 હજાર 483 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં મહામારીથી 16 લાખ 99 હજાર 560 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.


અમેરિકા18,267,579324,86910,622,082
ભારત10,056,248145,8439,605,390
બ્રાઝિલ7,238,600186,7736,245,801
રશિયા2,848,37750,8582,275,657
ફ્રાન્સ2,473,35460,549183,806
યુકે2,040,14767,401ઉપલબ્ધ નથી
તુર્કી2,024,60118,0971,800,286
ઈટાલી1,953,18568,7991,261,626
સ્પેન1,817,44848,926ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના1,541,28541,8131,368,346

Download Our B K News Today App



Related News